Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ:રિક્ષા અટકાવી મુસાફરોને અધવચ્ચે ઉતારાયા; ચાલકે કહ્યું- ઘર ચલાવવામાં મુશ્કેલી, રાત્રે ઊંઘ નથી આવતી

    2 days ago

    CNGના સતત વધી રહેલા ભાવના વિરોધમાં અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયને આજે 5 ઑગસ્ટથી બે દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જો કે, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન ન આપતાં શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એસજી હાઈવે અને ઈસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈને ફરતા નજરે પડ્યા હતા. બીજી તરફ, વસ્ત્રાપુર ફાટક સહિતના વિસ્તારોમાં હડતાલને સમર્થન આપનારા રિક્ષાચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રિક્ષાઓ સાઈડમાં પાર્ક કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હડતાલ સફળ બનાવવા પેસેન્જર ભરીને જતી રિક્ષાઓને અધવચ્ચે રોકીને તેમાંથી મુસાફરોને નીચે ઉતારીને ખાલી કરાવવામાં આવી હતી, જેના લીધે રિક્ષાચાલકો વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા. 'માંગણીઓ ન સ્વીકારી તો આંદોલન કરવામાં આવશે' આ હડતાલ અને ખેંચતાણના કારણે નોકરીયાતો, કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અધવચ્ચેથી ઉતારી દેવાતાં લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શક્યા નહોતા અને ચાલવા મજબૂર બન્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા યુનિયનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો CNGના ભાવ વધારા અંગે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એક રિક્ષા ચાલકે કહ્યું હતું કે, ગેસના ભાવ વધ્યા એની સામે રિક્ષાનું ભાડું પણ વધારવાની અને ગેસનો ભાવ ઓછો કરવા માંગ કરી છે. તો રોજે રિક્ષામાં જતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હડતાલના કારણે મુશ્કેલી પડી રહી છે. જો રિક્ષા નહીં મળે તો 10 કિલોમીટર ચાલીને જવું પડશે. CNGના ભાવમાં સતત વધારો થતા રિક્ષાચાલકોનો વિરોધ છેલ્લા ઘણા સમયથી અદાણી કંપની દ્વારા CNG ના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા પહેલી ઓગસ્ટે પણ એક સાથે જ 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ જ્યારે CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે ભાડામાં વધારો કરવા માટે પણ રિક્ષા ચાલકોએ માંગ કરી હતી. જે બાદ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક થયા બાદ ભાડામાં વધારો કરવા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ભાડામાં વધારા માટે સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં ના આવતા રિક્ષા ચાલકો વધારા સાથેનું ભાડું લઈ શકતા નથી. 'ઘર ચલાવવામાં મુશ્કેલી, રાત્રે ઊંઘ નથી આવતી' હડતાળના સમર્થનમાં રહેલા રિક્ષા ચાલક ચીમનભાઈએ જણાવ્યું હતું કે, જે પણ રિક્ષાચાલકો મુસાફરોને ભરીને જઈ રહ્યા છે તેમને શાંતિપૂર્વક અટકાવીને રિક્ષા ખાલી કરાવી CNGના ભાવવધારાના વિરોધમાં સમર્થન આપવા માંગ કરી રહ્યા છીએ. ઘર ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે અને રાત્રે ઊંઘ પણ આવતી નથી. '250નો ગેસ ભરાવીએ ત્યારે 100 રૂપિયા મળે' રિક્ષા ચાલક પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે CNGના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અત્યાર સુધી અનેક વખત વધારો થયો છતાં અમે અગાઉના ભાડાના આધારે જ મુસાફરોને બેસાડી રહ્યા છીએ. પાણી ભરાયેલા હોય તો પણ મુસાફરોને સમયસર પહોંચાડીએ છીએ. અમે કોઈ વધારાના પૈસા પણ મુસાફરો પાસેથી માંગતા નથી. 250 રૂપિયાનો ગેસ ભરાઈએ ત્યારે માંડ 100 રૂપિયા મળે છે. જો હજુ પણ માગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન પણ કરવું પડશે. 'રિક્ષા ન મળે તો 10 કિમી ચાલીને જવું પડશે' વિદ્યાર્થી અર્ણવે જણાવ્યું હતું કે, રીક્ષા ચાલકોની હડતાલના કારણે ખૂબ જ તકલીફ પડવાની છે. મારે કોલેજ જવામાં ખૂબ જ મોડું થઈ રહ્યું છે છતાં પણ મને હજુ સુધી રીક્ષા મળી રહી નથી. હજુ પણ રિક્ષા નહીં મળે તો અંદાજે 10 કિલોમીટર કોલેજ ચાલીને જવું પડશે. દરરોજ કોલેજ જવા રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. રિક્ષામાં મુસાફરી કરવી સસ્તી હોવાથી સૌથી વધારે તેનો ઉપયોગ કરીએ છીએ. હજુ પણ હડતાલ ચાલુ રહેશે તો વધારે તકલીફ પડશે. જો ભાડામાં વધારો થશે તો અમારે બધું એડજસ્ટ કરવું પડશે. હું પરિવાર સાથે રહું છું એટલે મને એટલી બધી તકલીફ નહીં પડે પરંતુ જે લોકો અભ્યાસ કરવા માટે અહીંયા આવ્યા છે અને PGમાં રહે છે તે લોકોને ભાડામાં વધારો થશે તો વધારે તકલીફ પડશે. 'અધવચ્ચે ઉતારી દેવામાં આવતા તકલીફ પડી' મુસાફર તોફીકે જણાવ્યું હતું કે, રિક્ષા ચાલકોએ હડતાલ કરી હોવાથી અમારે વધારે તકલીફ પડશે. કારણકે અમે નોકરીએ જવા માટે દરરોજ રીક્ષાનો જ ઉપયોગ કરીએ છીએ. અમારા પાસે બીજું કોઈ સાધન ન હોવાથી સવારે નોકરીએ રિક્ષામાં જઈએ છીએ અને રાત્રે પણ ઘરે રિક્ષામાં જઈએ છીએ. જેથી રિક્ષા ચાલકોની હડતાલના કારણે અધવચ્ચે ઉતારી દેવામાં આવતા તકલીફ પડી રહી છે. 'ઓફિસે જતા હતા, અધવચ્ચે ઉતારી દીધા' મુસાફર એજાજે જણાવ્યું હતું કે, અત્યારે અમે લોકો ઓફિસ જઈ રહ્યા હતા. જો કે અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા છે. હવે 4થી 5 કિલોમીટર ચાલીને જવું પડશે. અમે લોકો દરરોજ નોકરીએ જવા રિક્ષાનો જ સહારો લેતા હોઈએ છીએ. બે દિવસ જો રિક્ષા નહીં મળે તો ચાલીને જવું પડશે. 'સરકારે પણ રિક્ષાચાલકોનું વિચારવું જોઈએ' મુસાફર કાંતિભાઈએ જણાવ્યું હતું કે, અમને તકલીફ પડી રહી છે પરંતુ સરકારે પણ રિક્ષાચાલકોનું વિચારવું જોઈએ. CNGના ભાવ 94 રૂપિયા સુધી પહોંચી ગયા છે તો રીક્ષા ચાલકોને ભાડામાં વધારો આપવો જોઈએ. સામાન્ય નાગરિકોને હેરાન કરી પછી વધારો આપશે તેનો કોઈ મતલબ નથી. રિક્ષાના આધારે જ તે લોકો પોતાની રોજી રોટી ચલાવી રહ્યા છે. અત્યારે મને હેરાન થવું પડ્યું પરંતુ રિક્ષા ચાલકોની જે માગણી છે તે સ્વીકારી લેવી જોઈએ. માણસની આવક વધી રહી છે તો જો ભાડામાં વધારો થાય તો કોઈ તકલીફ થાય તેવું નથી. પગાર વધે છે, ટેન્શન વધે છે ગાડીઓ હોવા છતાં બીજી મોંઘી ગાડીઓ લાવવામાં આવે છે. તો પછી રીક્ષા ચાલકો માંડ હપ્તો ભરી શકે છે તો તેમનો વધારો આપી દેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    RBI MPC: आपके होम लोन की EMI पर RBI का बड़ा फैसला, रेपो रेट 5.25% पर बरकरार, राहत या आफत!
    Next Article
    વડોદરાની વિઝા કન્સલ્ટન્સીએ અમદાવાદના શિક્ષક સાથે ઠગાઈ કરી:8 વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાના નામે 2 ડિરેક્ટરોએ ₹3.75 લાખની છેતરપિંડી આચરી, વર્ક પરમિટના ખોટા લેબર લેટર આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment