Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે હત્યા કરી લાશ બેગમાં ભરી બાથરૂમમાં મુક્યાની આશંકા‎:સેલવાસમાં સૂટકેસમાંથી મહિલાની સડેલી હાલતમાં લાશ મળી આવી

    3 days ago

    સેલવાસના ટોકરખાડા નજીક આવેલ દાન હોટલ પાછળ આવેલ ચાલીના ભાડાના મકાનમાં બાથરૂમની અંદર બેગમાં મહિલાની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.ઘટનાની જાણ થતા સેલવાસ પોલીસ અને ફોરેન્સીકની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. સેલવાસના ટોકરખાડા પાસે દાન હોટલ પાછળ જોગેશ નગીનભાઇ પટેલની ચાલીના મકાનમાં રહેતા એક ભાડુઆતે બે મહિના પહેલા મકાનમાલિકને જણાવ્યુ હતુ કે તે પોતાના વતન જઈ રહ્યો છે અને થોડા દિવસમાં પરત આવી જશે. એ વ્યક્તિ મોડી રાત્રે મકાન છોડીને નીકળી ગયો હતો અને ત્યારબાદ તે પરત ફર્યો ન હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનાથી મકાનનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું ન હતું. મકાન માલિક દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ છતાં ભાડુઆત પરત ના ફરતા અને મકાન સતત બંધ રહેતા મકાનમાલિકને શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે તાળુ ખોલાવી મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. તપાસ દરમિયાન બાથરૂમમાં રાખેલી એક બેગમાંથી મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહની હાલત જોતા સ્થળ પર તેની ઓળખ થઇ શકી ન હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૃતદેહની હાલત જોતા પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે કે મહિલાનું મોત ઘણા અઠવાડિયા પહેલા થયું હોઈ શકે છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઇ શકશે. સેલવાસ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી હાલ પીએમના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક મૂળ બિહારની ચર્ચા પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ બિહાર નવાદામાં રહેતી જ્યોતિકુમારી તરીકે કરવામાં આવી રહી છે. જે યુવક સાથે બિહારથી સેલવાસ આવી હશે તેમ મનાઇ રહ્યું છે. હાલ પોલીસ તરફથી કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ઓખા સહિત દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોસ્ટલ પેટ્રોલિંગ:રાજ્યના પશ્ચિમે છેવાડે સ્થિત દ્વારકા જિલ્લાના સાગર તટે સુરક્ષા ચકાસાઈ‎
    Next Article
    કાનૂની કાર્યવાહીની માહિતી આપી‎:દમણ પોલીસે 5થી વધુ બાકી ઈ-ચલનવાળા વાહન ચાલકોનું રૂબરૂ કાઉન્સેલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment