Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તાની ગુણવતા જાળવવા ચાર ઝોનમાં ચાર કન્સલન્ટન્ટ નિમાશે:મહાનગરપાલિકામાં રિવ્યૂ બેઠક મળી, એક વોર્ડની જવાબદારી એક કોન્ટ્રાક્ટરની જ રહેશે

    11 hours ago

    વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં વડોદરા શહેરના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્ય તથા નાગરિક સુવિધાઓ સંબંધિત વિવિધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે શહેરના આંતરમાળખાકીય સુધારણા અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિવારણ પર વિશેષ ભાર મૂક્યો હતો. વરસાદ બાદ પાણી ન ભરાતા સેનેટરી વિભાગને અભિનંદન બેઠક દરમિયાન શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે યોગ્ય આયોજનને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ન હતી. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સેનેટરી વિભાગના અધિકારીઓ અને તમામ કર્મચારીઓની પ્રશંસા કરીને તેમને ખાસ અભિનંદન આપવામાં આવ્યા હતા. નાગરિકોની ફરિયાદ નિવારણનો રેશિયો વધ્યો નાગરિક સેવાઓના સુધારા અંગે વાત કરતા બેઠકમાં જણાવાયું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સઘન પ્રયાસોના પરિણામે લોકોની ફરિયાદો ઉકેલવાનો દર નોંધપાત્ર રીતે વધ્યો છે. ચાલુ અઠવાડિયામાં જ ફરિયાદો સોલ્વ કરવાનો રેશિયો 12 ટકાથી વધીને સીધો 40 ટકા સુધી પહોંચી ગયો છે, જે વહીવટી તંત્રની વધેલી સક્રિયતા દર્શાવે છે. આગામી દિવસમાં આ રેશિયો 80 ટકા જેટલો કરવા માટેના પ્રયાસો કરવા માટે સૂચના આપવામાં આવી છે. રોડની ગુણવત્તા જાળવવા માટે નિર્ણય વરસાદને કારણે શહેરના વિવિધ માર્ગો પર પડેલા ખાડાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા એક નવો વહીવટી અભિગમ અપનાવવામાં આવ્યો છે. રોડ-રસ્તાની કામગીરીમાં ગુણવત્તા જાળવવા અને જવાબદારી નક્કી કરવા માટે આગામી દિવસોમાં ચાર અલગ-અલગ ઝોન માટે ચાર કન્સલ્ટન્ટ નિયુક્ત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે આખા વોર્ડની સમગ્ર જવાબદારી એક જ કોન્ટ્રાક્ટરના શિરે રહેશે, જેથી કામમાં પારદર્શકતા અને ગુણવત્તા જાળવી શકાય. અગાઉના સમયમાં 10 લાખ રૂપિયાથી નીચેની કિંમતના કામો જુદા જુદા નાના કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવતા હતા, જેના કારણે કામની ગુણવત્તા જળવાતી ન હતી અને ખાડા પડવાની તથા રોડ તૂટી જવાની ફરિયાદો વારંવાર સામે આવતી હતી. આ જૂની પદ્ધતિની મર્યાદાઓને દૂર કરવા માટે જ કમિશનર દ્વારા સમગ્ર વોર્ડની કામગીરી એક જ જવાબદાર કોન્ટ્રાક્ટરને સોંપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. 18 મીટરથી નીચેના રોડ RCCના બનાવાશે આ ઉપરાંત, શહેરના રસ્તાઓની ટકાઉપણામાં વધારો કરવાના હેતુથી એક બીજો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જે મુજબ હવેથી શહેરમાં આવેલા 18 મીટરથી ઓછી પહોળાઈ ધરાવતા તમામ રોડને ડામરના બદલે આરસીસી (RCC) બનાવવામાં આવશે. આ નિર્ણયથી શહેરના નાગરીકોને લાંબા ગાળા સુધી ખરાબ રસ્તાઓની સમસ્યામાંથી મુક્તિ મળશે અને વડોદરાનું માર્ગ માળખું વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનશે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'નશા મુક્ત યુવા' કાર્યક્રમ યોજાયો:યુવાનોને વ્યસનમુક્ત રહી વિકસિત ભારતમાં યોગદાન આપવા આહવાન
    Next Article
    BCCI Pension Scheme: Who Is Eligible For What Amount, When Does It Stop And Other Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment