Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડનો કોચ બનવા માગે છે:કહ્યું- ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું છે; બિગ બેશ લીગનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની શકે છે

    एक दिन पहले

    ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ભવિષ્યમાં ટીમના હેડ કોચ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જૂન 2026માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 35 વર્ષીય સ્ટોક્સે કહ્યું કે તે રમત સાથે જોડાયેલા રહેવા માગે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટોક્સ બિગ બેશ લીગ (BBL)ના ઇતિહાસના સૌથી મોંઘો વિદેશી ખેલાડી પણ બની શકે છે. કોચિંગની તૈયારીમાં વ્યસ્ત સ્ટોક્સ 'લવ ઓફ ક્રિકેટ' પોડકાસ્ટમાં સ્ટોક્સે જણાવ્યું કે તે હાલમાં લેવલ-3 કોચિંગ ક્વોલિફિકેશન પૂર્ણ કરી રહ્યા છે. તેણે કહ્યું, હું ઇચ્છું છું કે જ્યારે હું રમવાનું છોડું ત્યારે કોચિંગની બધી તૈયારીઓ પૂરી થઈ જાય. હું ક્રિકેટ સાથે જોડાયેલો રહેવા માગુ છું. સ્ટોક્સે 122 ટેસ્ટ, 114 વન-ડે અને 43 T20 મેચમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું. તેની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડે આક્રમક બેઝબોલ ક્રિકેટ રમી. જો રૂટની કેપ્ટનશીપને લઈને ચિંતા સ્ટોક્સે નવા ટેસ્ટ કેપ્ટન જો રૂટને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે રૂટ હંમેશા ટીમને પોતાનાથી પહેલા રાખે છે અને આ જ વાત તેને પરેશાન કરે છે. સ્ટોક્સે કહ્યું, મેં જો ને કહ્યું કે મારી એકમાત્ર ચિંતા તમે છો. છેલ્લી વાર કેપ્ટન તરીકે મેં જોયું હતું કે તે પોતાના પર કેટલું દબાણ લેતા હતા. હું નથી ઇચ્છતો કે તે ફરીથી તે જ સમયગાળામાંથી પસાર થાય. હેરી બ્રુકને તક ન મળવા પર આશ્ચર્ય પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે તેને આશા હતી કે તેમના પછી હેરી બ્રુકને ટેસ્ટ ટીમની કમાન મળશે. બ્રુક ટીમના વાઇસ-કેપ્ટન હતા, તેથી પસંદગીકારોના નિર્ણયે તેને ચોંકાવ્યો. તેમણે કહ્યું, જો તમને લાગે કે કોઈ ખેલાડી સારો કેપ્ટન બની શકે છે તો તેને તક આપવી જોઈએ. મને સમજાયું નહીં કે બ્રુકને કેપ્ટન ન બનાવીને શું સંદેશ આપવામાં આવ્યો. 2027 એશિઝને ધ્યાનમાં રાખીને લીધો સંન્યાસ સ્ટોક્સે જણાવ્યું કે સંન્યાસનો નિર્ણય તેણે ખૂબ વિચાર-વિમર્શ પછી લીધો હતો. તે એ આકલન કરી રહ્યો હતો કે શું 2027ની એશિઝ સિરીઝ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકવું શક્ય બનશે. આખરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે તે આ નિર્ણયને બદલવાના નથી. BBLનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની શકે છે સંન્યાસ પછી પણ સ્ટોક્સ ક્રિકેટથી દૂર નહીં રહે. રિપોર્ટ્સ અનુસાર, ઘણી બિગ બેશ ફ્રેન્ચાઇઝી તેમને પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે. સિડની સિક્સર્સ આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, સ્ટોક્સને લગભગ 6 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 3.4 કરોડ રૂપિયા)નો કોન્ટ્રાક્ટ મળી શકે છે. જો આવું થશે તો તે BBL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની જશે. મેથ્યુ મોટ સાથે ફરી જોડાઈ શકે છે જોડી સિડની સિક્સર્સ પાસે ઇંગ્લેન્ડના પૂર્વ વ્હાઇટ-બોલ કોચ મેથ્યુ મોટ છે. મોટ અને સ્ટોક્સની જોડીએ 2022 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું. સ્ટોક્સે 122 ટેસ્ટ, 114 વન-ડે મેચ રમી ડરહમ માટે રમનાર સ્ટોક્સનું વન-ડે ડેબ્યૂ 2011માં થયું હતું. જ્યારે ટેસ્ટ ડેબ્યૂ 2013-14ની એશિઝ સિરીઝમાં થયું. તે એપ્રિલ 2022થી ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન રહ્યો છે. સ્ટોક્સે ઇંગ્લેન્ડ માટે કુલ 122 ટેસ્ટ રમી. જેમાંથી 44 મેચોમાં તેણે કેપ્ટનશીપ કરી. તેણે ટેસ્ટ કારકિર્દીમાં 14 સદી અને 37 અડધી સદીની મદદથી 7 હજારથી વધુ રન બનાવ્યા. આ ઉપરાંત તેણે 252 વિકેટ પણ લીધી. તેણે 114 વન-ડે ઇન્ટરનેશનલમાં 5 સદી અને 24 અડધી સદીની મદદથી 3463 રન બનાવ્યા. તેણે 74 વિકેટ પણ ઝડપી. જ્યારે સ્ટોક્સ 43 T20 ઇન્ટરનેશનલ મેચનો ભાગ રહ્યો. તેણે 585 રન બનાવ્યા અને 26 વિકેટ ઝડપી. બેન સ્ટોક્સની યાદગાર ઇનિંગ્સ 1. 2019 વર્લ્ડ કપ ફાઇનલ, સ્ટોક્સની 84 રનની ઇનિંગ્સ 14 જુલાઈ 2019, લોર્ડ્સનું મેદાન. વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 242 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ઇંગ્લેન્ડે 49 ઓવરમાં 227 રન પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી. ત્યારે સ્ટોક્સ 70 રન બનાવીને રમી રહ્યા હતા. તેણે ટ્રેન્ટ બોલ્ટની ત્રીજી અને ચોથી બોલ પર છગ્ગો ફટકાર્યો. છેલ્લી બે બોલ પર રનઆઉટથી મેચ સુપર ઓવરમાં ગઈ. સુપર ઓવર પણ ટાઈ થઈ. આખરે બાઉન્ડરી કાઉન્ટના નિયમ પર ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું. 2. હેડિંગ્લે 2019, એકલા હાથે એશિઝ મેચ જીતાડી વર્લ્ડ કપ જીત્યાના 6 અઠવાડિયા પછી હેડિંગ્લેમાં એશિઝની ત્રીજી ટેસ્ટ રમાઈ. ઇંગ્લેન્ડને ચોથી ઇનિંગ્સમાં 359 રનનો ટાર્ગેટ મળ્યો. ટીમે 286 રન પર 9 વિકેટ ગુમાવી દીધી. અહીંથી બેન સ્ટોક્સે 10મી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી. આશ્ચર્યજનક વાત એ છે કે આ ભાગીદારીમાં બેન સ્ટોક્સે એકલા હાથે 74 રન બનાવ્યા. તેણે 135 રનની ઇનિંગ્સ રમી. સ્ટોક્સ સાથે સંકળાયેલા બે મોટા વિવાદો 1. 2017, બ્રિસ્ટલ નાઇટક્લબમાં મારામારીનો આરોપ લાગ્યો સ્ટોક્સ સપ્ટેમ્બર 2017માં વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મેચ પછી બ્રિસ્ટલના એક નાઈટક્લબમાં ગયો. તે નાઈટ ક્લબની બહાર મોડી રાત્રે એક સ્ટ્રીટ ફાઈટમાં ફસાઈ ગયો. પોલીસે તેને પકડ્યા અને તેના પર મારપીટનો આરોપ લગાવ્યો. આ પછી ઈંગ્લેન્ડ ટીમમાંથી તેની વાઇસ-કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને તેને 2017-18ની એશિઝ સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો. 2018માં કોર્ટ ટ્રાયલમાં સ્ટોક્સ નિર્દોષ છૂટી ગયો. જોકે, ECBએ તેને રમતને બદનામ કરવા બદલ દોષિત ઠેરવીને દંડ અને સસ્પેન્શન આપ્યું. 2. 2026, ચેલ્સી નાઇટક્લબ વિવાદ, બીજી ટેસ્ટમાંથી બહાર થયો સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં સ્ટોક્સનું નામ વધુ એક નાઇટક્લબ વિવાદ સાથે જોડાયું. લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ સ્ટોક્સ અને ગસ એટકિન્સન ચેલ્સીના એક નાઇટક્લબમાં ગયા. બંનેએ ટીમનો મિડનાઇટ કર્ફ્યુ તોડ્યો. ત્યાં એક ખેલાડી સાથે સંકળાયેલો વિવાદ થયો, જેમાં સિક્યોરિટી સ્ટાફને ઈજા થઈ. ECB એ તપાસ બાદ સ્ટોક્સ અને એટકિન્સનને બીજી ટેસ્ટમાંથી બહાર કર્યા. તપાસમાં સ્ટોક્સને ક્લીન ચિટ મળી, પરંતુ કર્ફ્યુ તોડવા બદલ લેખિત ચેતવણી આપવામાં આવી. આ પછી સ્ટોક્સે આ મેચમાં વાપસી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચાલુ ટ્રેકે ધોનીના નવા અવતારથી ફેન્સને મળી સરપ્રાઇઝ, VIDEO:ચેન્નઈમાં ફૂલ સ્પીડે દોડાવી બાઇક; ક્રિકેટ બાદ હવે રેસિંગ ટ્રેક પર કિંગ બનશે 'કેપ્ટન કૂલ'?
    Next Article
    રણજીમાં બે બેવડી સદી ફટકારનાર વડોદરાના ક્રિકેટરને દુલીપ ટ્રોફીમાં સ્થાન:અર્પિત ભાટેવારે કહ્યું- પિતાએ બસ કંડક્ટરી કરી અહીં સુધી પહોંચાડ્યો, કૃણાલ પંડ્યાએ મને બેટ મોકલ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment