Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે:અરજદારને રૂબરૂ બોલાવાશે નહીં, ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની

    7 hours ago

    ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપ્યા છે. નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ચકાસણી પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસ દ્વારા મુખ્યત્વે અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેશે નહીં. અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર નહીં નવી સૂચનાઓ મુજબ પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર થવા માટે બોલાવી શકાશે નહીં. પોલીસને અરજદારને રૂબરૂ મળવાની કે તેમની સહી લેવાની પણ જરૂર રહેશે નહીં. શંકા હોય તો જ રહેઠાણની મુલાકાત કોઈ કેસમાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત હોય તો જ અપવાદરૂપ સંજોગોમાં અરજદારના રહેઠાણની મુલાકાત લઈ શકાશે. જોકે આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર રહેશે નહીં. પોલીસ અધિકારીઓને કડક અમલના આદેશ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. આ નિર્ણયથી પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં નાગરિકોને બિનજરૂરી દોડધામમાંથી રાહત મળશે અને પ્રક્રિયા વધુ સુગમ બનશે.
    Click here to Read More
    Previous Article
    Udhayanidhi Stalin की पुलिस हिरासत के बाद Trisha पर क्या बोली DMK? | Thalapathy Vijay | TVK VS DMK
    Next Article
    સુરતના દીદી ગુસ્સે થયા:નેતાને ફોન કરી કહ્યું, ‘જનતાને લોલીપોપ પકડાવી દીધો’; લો બોલો, કાર્યકરોએ પ્રમુખ અમિત ચાવડા વિના જ રેલી કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment