Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરાદની નર્મદા કેનાલમાં સતત ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો:ડેરી પુલ પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી

    1 day ago

    થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી સતત ત્રીજા દિવસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના થરાદ શહેર નજીક પૂજા પાર્ક સોસાયટી સામે આવેલા ડેરી પુલ અને ઢીમા પુલ વચ્ચે બની હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને આજે વહેલી સવારે કેનાલમાં મૃતદેહ તરતો હોવાનો કોલ મળ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી, કારણ કે તેની પાસેથી કોઈ ઓળખપત્ર મળ્યું નથી. મૃતકના બંને હાથ પર ગોળ આકારની અંદર ચોકડી જેવી કોતરેલી નિશાની જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાની આ ત્રીજી ઘટના છે. આવી સતત બનતી ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભય અને કેનાલની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ અને ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ યુવકને ઓળખતું હોય અથવા તેના વિશે કોઈ માહિતી ધરાવતું હોય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    મોહાલીમાં હિન્દુ યુવતીનું ધર્મ પરિવર્તન:યુવતીએ કહ્યું- નિકાહ કર્યા, સુહાગરાત બાદ બીજા દિવસે જીવન બરબાદ કરવાની ધમકી આપી, સિગારેટથી પ્રાઈવેટ પાર્ટ્સના ભાગે દઝાડી
    Next Article
    12 કંપનીઓ 200થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેશે:લાડભવનમાં આજે મહિલાઓ માટે રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment