Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેકનોલોજી:એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટ્રેક ઉપર વરસાદમાં પણ વિઘ્ન નહીં, પ્રથમવાર વરસાદમાં ટેસ્ટ ખોરવાયા નહીં

    1 day ago

    ગાંધીનગર આરટીઓમાં એ.આઇ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ વરસાદ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ વરસાદ પડતાં પરીક્ષણો ઘણી વખત સ્થગિત કરવા પડતા હતા, જ્યારે હવે વરસાદ દરમિયાન પણ પરીક્ષણ યથાવત્ રાખવામાં આવી રહ્યું છે. વરસાદને કારણે ટેસ્ટ મુલતવી રહેતાં ઉમેદવારોને ફરીથી તારીખ મેળવવી પડતી હતી, જેના કારણે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં પણ વિલંબ થતો હતો. હવે નવી વ્યવસ્થાના અમલ બાદ આવી સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સામાન્ય વરસાદ દરમિયાન પણ પરીક્ષણો નિયમિત રીતે લેવામાં આવી રહ્યા છે. અગાઉ વરસાદ દરમિયાન જે ટેક્નિકલ સમસ્યાઓના કારણે ટેસ્ટ અટકાવવા પડતા હતા, તે એ.આઇ. આધારિત નવી સિસ્ટમ શરૂ થયા બાદ સામાન્ય વરસાદમાં હવે મોટા ભાગે જોવા મળતી નથી. તેના કારણે પરીક્ષણની પ્રક્રિયામાં હવે ઓછા વિક્ષેપ આવે છે અને ઉમેદવારોને વરસાદના કારણે વારંવાર નવી તારીખ લેવાની જરૂરિયાત પણ ઘટી છે. જોકે ભારે વરસાદ, ટ્રેક પર પાણી ભરાઈ જવું અથવા સલામતીને અસર થાય તેવી સ્થિતિ સર્જાય તો ટેસ્ટ અટકાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભાસ્કર એક્સપ્લેનર - કેવી રીતે દૂર થઇ વરસાદની અડચણ? સેંસર બેઝ્ડ સિસ્ટમ 1. વરસાદમાં ટ્રેક પર પાણી ભરાવા અને સેન્સરની કામગીરી પ્રભાવિત થતી 2. વાહનની મુવમેંટનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી પડતી 3. પરીક્ષણમાં માનવીય દેખરેખ અને જૂની ટેક્નોલોજી પર વધુ નિર્ભરતા હતી 4. વરસાદમાં વિઝીબિલિટી ઘટતાં પરીક્ષણની ચોકસાઈ જાળવવામાં તકલીફ પડતી એ.આઇ. બેઝ્ડ સિસ્ટમ 1. એ.આઇ. કેમેરા અને સ્માર્ટ સેન્સર સામાન્ય વરસાદમાં પણ કામગીરી ચાલુ રાખે છે 2. એ.આઇ. દરેક મૂવમેન્ટનું ઓટોમેટિક અને વધુ ચોકસાઈથી વિશ્લેષણ કરે છે 3. એ.આઇ. આધારિત ઓટોમેટેડ સિસ્ટમથી માનવીય હસ્તક્ષેપ ઘટ્યો 4. હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને ઇમેજ પ્રોસેસિંગથી મૂલ્યાંકન વધુ અસરકારક બને છે
    Click here to Read More
    Previous Article
    'વંદે સોમનાથ' કલા મહોત્સવનો પ્રારંભ:દેશભરના કલાકારોએ કલા અર્પી, શ્રાવણના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ
    Next Article
    Zelensky Sacks US Envoy Amid Push For More Patriot Missiles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment