Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલુકાવાર આરોગ્ય કેન્દ્રોની કામગીરીનો અહેવાલ લેવાશે:પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવા અને સ્ટાફની સમીક્ષા કરાશે

    2 days ago

    ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સ્તરે વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC)ની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો, તબીબી અને પેરામેડિકલ સ્ટાફની ઉપલબ્ધતા તેમજ દર્દીઓને મળતી સેવાઓ અંગે તાલુકાવાર માહિતી મંગાવવામાં આવશે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાના આરોગ્ય અધિકારીઓને કેન્દ્રોની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા સૂચના આપવામાં આવશે. જેમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા, દવાઓની ઉપલબ્ધતા, રસીકરણ, માતા-બાળ આરોગ્ય સેવાઓ, લેબોરેટરી સુવિધા અને રેફરલ સેવાઓ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. જે આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓની અછત, સ્ટાફની ખાલી જગ્યાઓ અથવા અન્ય સુવિધાઓ સંબંધિત સમસ્યાઓ સામે આવશે, ત્યાં સંબંધિત વિભાગો સાથે સંકલન કરી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ દર્દીઓને સારવાર માટે લાંબી રાહ જોવી ન પડે અને દરેક આરોગ્ય કેન્દ્રમાં નિયમિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે પણ આયોજન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બને અને લોકોને નાની-મોટી સારવાર માટે દૂર જવું ન પડે તે હેતુથી આરોગ્ય કેન્દ્રોની કામગીરી પર નજર રખાશે. સમયાંતરે તાલુકાવાર સમીક્ષા બેઠક યોજી આરોગ્ય સેવાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરાશે. સુધારાત્મક પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    ગેનીબેને ભાજપના ‘મોટા સાહેબ’નું નામ લેવાનું ટાળ્યું!:જીભ ના ઉપડતાં નેતાઓના ચહેરા ચમક્યા; ‘જનતાને પાગલ સમજી લોલીપોપ પકડાવી દીધો’, સુરતનાં દીદીએ વરાળ કાઢી
    Next Article
    કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ રોકવાના ઉકેલનો આઈડિયા:બાહ્ય મજૂરો માટે ક્લસ્ટર બનશે, આવતા જ પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment