Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ:સ્થાનિક ખરીદી અને મજબૂત સેન્ટિમેન્ટથી બજારમાં તેજીનું પ્રભુત્વ

    7 hours ago

    સોમવારના રોજ ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં સારા કોર્પોરેટ પરિણામો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીમાં સુધારો તથા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં મજબૂત ખરીદીને કારણે સેન્સેક્સમાં અંદાજે 700 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવા અંગેની ચિંતા ઘટતા રોકાણકારોની ભાવના વધુ મજબૂત બની હતી. ઉપરાંત રૂપિયા મજબૂત બનવાથી અને સ્થાનિક અર્થતંત્રના મજબૂત પરિબળોએ પણ બજારને ટેકો આપ્યો હતો. સેન્સેક્સમાં આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઈટી અને કન્ઝ્યુમર શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને મોટા લાર્જકેપ શેરોમાં સંસ્થાકીય ખરીદીના કારણે સૂચકાંક દિવસભર મજબૂત રહ્યો હતો. દિવસના અંત સુધી બજારે પોતાની તેજી જાળવી રાખી હતી અને બ્રોડ-બેઝ્ડ રેલી જોવા મળી હતી. નિફ્ટી ફ્યુચરમાં ગેપ-અપ ઓપનિંગ બાદ નવા લોંગ બિલ્ડ-અપ અને શોર્ટ કવરિંગ બંને જોવા મળ્યા હતા. મહત્વના રેઝિસ્ટન્સ લેવલ પાર થતાં ટ્રેડિંગ સેન્ટિમેન્ટ વધુ મજબૂત બન્યું હતું. જો નિફ્ટી મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો આગામી સત્રોમાં તેજી આગળ વધી શકે છે. સ્થાનિક સ્તરે મજબૂત કોર્પોરેટ પરિણામો, સતત SIP નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટી, મજબૂત આર્થિક વૃદ્ધિ અને સ્થિર ફુગાવાએ બજારને ટેકો આપ્યો હતો. રૂપિયામાં મજબૂતી અને ઘરેલુ માંગમાં સુધારો પણ હકારાત્મક પરિબળ રહ્યા હતા. અમેરિકા અને એશિયાના બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, ઈરાન સાથે સંભવિત રાજદ્વારી વાતચીતની આશા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 5% ઘટાડો, વૈશ્વિક જોખમ લેવાની ભાવનામાં સુધારો તથા સ્થિર બોન્ડ યીલ્ડે ભારતીય બજારને મજબૂત ટેકો આપ્યો હતો. જોકે આગામી આરબીઆઈની નીતિ બેઠક અને વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ ઉપર રોકાણકારોની નજર રહેશે. આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઈટી, કન્ઝ્યુમર, ઓટો, ફાર્મા અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ સકારાત્મક વલણ રહ્યું હતું. બીજી તરફ કેટલાક મીડિયા અને પસંદગીના શેરોમાં મર્યાદિત નફાવસૂલી જોવા મળી હતી. તેજી તરફી કારણો :- ભારતીય શેરબજારમાં આજે તેજી પાછળ અનેક મજબૂત પરિબળો જવાબદાર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થતાં ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવાની ચિંતા ઘટી હતી. પ્રથમ ત્રિમાસિકના પરિણામો અપેક્ષા કરતાં સારા રહ્યા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીમાં સુધારો, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં જોરદાર ખરીદી, રૂપિયામાં મજબૂતી, સ્થિર સ્થાનિક આર્થિક પરિસ્થિતિ તથા મજબૂત ઘરેલુ નાણાંપ્રવાહે બજારમાં વ્યાપક તેજી સર્જી હતી. બજારમાં તેજી હોવા છતાં ઉપરના સ્તરે નફાવસૂલીની શક્યતા, ઊંચા મૂલ્યાંકન, આરબીઆઈની આગામી નીતિ બેઠક, વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતા અને કેટલાક શેરોમાં પરિણામ આધારિત વધઘટ ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધારી શકે છે. તાજેતરના સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત બજારને ટેકો આપી રહ્યા છે. SIP દ્વારા મળતો સતત નાણાંપ્રવાહ બજારની સૌથી મોટી તાકાત બની રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો ભારત માટે સૌથી મોટું હકારાત્મક પરિબળ રહ્યો હતો. સોનામાં સલામત રોકાણ તરીકે મર્યાદિત માંગ રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. નીચા ક્રૂડ ભાવ ઓઇલ માર્કેટિંગ, એવિએશન, પેઇન્ટ, કેમિકલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે અનુકૂળ રહ્યા હતા. ભાવિ દિશા :- ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ હકારાત્મક દેખાઈ રહ્યો છે, પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં પ્રથમ ત્રિમાસિકના બાકી રહેલા કોર્પોરેટ પરિણામો, FII અને DIIની પ્રવૃત્તિ, અમેરિકન ફેડની ટિપ્પણીઓ, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાની ચાલ અને વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ બજારની દિશા નક્કી કરશે. જો નિફ્ટી અને સેન્સેક્સ મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો બેન્કિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ અને પાવર સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી આગળ વધી શકે છે. જોકે ઊંચા મૂલ્યાંકન અને સમયાંતરે થતી નફાવસૂલીને કારણે ટૂંકા ગાળામાં વધઘટ ચાલુ રહેવાની સંભાવના છે. ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં તબક્કાવાર રોકાણ અને યોગ્ય એસેટ એલોકેશન આગામી સમયગાળા માટે વધુ યોગ્ય વ્યૂહરચના બની શકે છે. તા.04.08.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... Ø તા.03.08.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24,664 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24,737 પોઈન્ટના પ્રથમ અને 24,808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24,570 પોઈન્ટ થી 24,505 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24,474 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા) ( 2,074 ) :- એફએમસીજી અને પર્સનલ કેર સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2,044 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2,023 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2,089 થી રૂ.2,094 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 2,103 ઉપર તેજી તરફી ધ્યાન...!! કોફોર્જ ( 1,768 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.1,733 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1,717 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1,783 થી રૂ.1,790 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ટેક મહિન્દ્રા ( 1,656 ) :- રૂ.1,626 નો પ્રથમ તેમજ રૂ.1,609 ના બીજા સપોર્ટથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1,673 થી રૂ.1,680 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. એચસીએલ ટેક્નોલોજીઝ ( 1,369 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.1,333 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1,383 થી રૂ.1,390 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ.1,400 ઉપર તેજી તરફી ધ્યાન. જેએસડબ્લ્યુ સ્ટીલ ( 1,282 ) :- રૂ.1,263 નો પ્રથમ તેમજ રૂ.1,250 ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1,293 થી રૂ.1,303 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    अमेरिकी सेना ने ईरान को सजा देने के लिए सैनिकों से ‘लीक से हटकर’ आइडियाज मांगे, अभी 4 विकल्प
    Next Article
    ખંભાતમાં ધર્માંતરણના પ્રયાસના કેસમાં હાઈકોર્ટનો ફરિયાદ રદ્દ કરવા ઈનકાર:આર્થિક રીતે નબળા વર્ગની મજબૂરીનો લાભ ઉઠાવી ધર્માંતરણનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક અવલોકન

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment