Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના આકિબ નબીની કિસ્મત ચમકી:જસપ્રીત બુમરાહની જગ્યાએ શ્રીલંકાના પ્રવાસે જશે, પહેલી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ

    1 day ago

    શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ આકિબ નબીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નબી ટીમ ઈન્ડિયામાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર છે. શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી 15 ઓગસ્ટથી ગૉલમાં શરૂ થશે. જસપ્રીત બુમરાહ રવિવારે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ઘૂંટણની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. ટીમ મેનેજમેન્ટ અને BCCIએ તેની લાંબી કારકિર્દીને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. નબી ટેસ્ટ ટીમમાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરનો પ્રથમ ક્રિકેટર 23 વર્ષીય આકિબ નબીએ રણજી ટ્રોફી 2025-26માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી છે. તેઓ ટેસ્ટ ટીમમાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ ક્રિકેટર છે. જોકે, અહીંના પરવેઝ રસૂલ અને ઉમરાન મલિક પણ ભારતીય ટીમમાં પસંદ થઈ ચૂક્યા છે પરંતુ તેમને માત્ર વનડે અને ટી20 ટીમમાં જ તક મળી છે. બે રણજી સિઝનમાં કુલ 104 વિકેટ ઝડપી 29 વર્ષીય આકિબે 2025-26 રણજી ટ્રોફીમાં માત્ર 10 મેચમાં 60 વિકેટ લીધી, જેમાં સાત વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ સામેલ છે. છેલ્લી બે રણજી સિઝનમાં આકિબ નબીએ કુલ 104 વિકેટ લીધી છે. તેમાં 2025-26માં 60 અને છેલ્લી સિઝનમાં 44 વિકેટ સામેલ છે. આ આંકડાઓએ આકિબ નબીને રેડ બોલ ક્રિકેટમાં દેશના સૌથી પ્રભાવશાળી બોલરોમાં સ્થાન અપાવ્યું છે. આકિબનું નોકઆઉટ મુકાબલાઓમાં ખાસ કરીને શાનદાર પ્રદર્શન રહ્યું. આકિબે ક્વાર્ટર ફાઇનલમાં મધ્યપ્રદેશ, સેમિફાઇનલમાં બંગાળ અને ફાઇનલમાં કર્ણાટક સામે નિર્ણાયક બોલિંગ કરી. આ પ્રદર્શનોએ જમ્મુ-કાશ્મીરને પહેલીવાર રણજી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો એટલું જ નહીં, પરંતુ દબાણમાં તેમની ધીરજ પણ દર્શાવી. BCCI એ માહિતી આપી BCCIએ ટીમમાં ફેરફારની પુષ્ટિ કરી છે. જોકે, બોર્ડે બુમરાહને ટીમમાંથી બહાર કરવા કે આકિબ નબીને સામેલ કરવાનું કારણ જણાવ્યું નથી. તાજેતરમાં ઇન્ડિયા A સાથે શ્રીલંકાના પ્રવાસે હતા નબી આકિબ નબી તાજેતરમાં ઇન્ડિયા A ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે પણ ગયા હતા. ત્યાં તેમણે બે પ્રથમ શ્રેણી મેચોમાં છ વિકેટ લીધી હતી. શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ મેદાનમાં ઉતરશે શ્રીલંકા પ્રવાસે ભારતીય ટેસ્ટ ટીમની કમાન શુભમન ગિલ સંભાળશે. કેએલ રાહુલ ઉપકપ્તાન હશે. વિકેટકીપર તરીકે રિષભ પંત અને ધ્રુવ જુરેલ ટીમનો ભાગ છે. ભારતીય ટીમ માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ જીતવી જરૂરી છે. ભારતને સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝમાં 0-2થી હાર મળી હતી. ------------------------------------------------ સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો!:જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ઘૂંટણની ઈજામાંથી સાજા થઈ શક્યા નથી; 15 ઓગસ્ટથી સિરીઝ રમાશે ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. શ્રેણીની પ્રથમ મેચ 15 ઓગસ્ટથી ગોલમાં રમાશે. બુમરાહ ડાબા ઘૂંટણની ઈજામાંથી સાજા થઈ રહ્યા હતા. બેંગલુરુમાં આવેલા BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેમનું રિહેબિલિટેશન ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, બોર્ડની મેડિકલ ટીમે તેમને હાલમાં વાપસી ન કરવાની સલાહ આપી છે. તેમને સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવા જણાવાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    जीत उसकी होती है, जो कार्यकर्ताओं का सम्मान करता है: पीके की जीत पर रोहिणी का भाई तेजस्वी पर तंज
    Next Article
    બિહાર-મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની જીત:ભાજપ અધ્યક્ષ નિતિન નબીનની બેઠક પર ઉલટફેર, જન સુરાજના પ્રશાંત કિશોર જીત્યા; વડોદરાના માંજલપુરમાં ભાજપની જીત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment