Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પર થિયેટરોમાં ગુંજશે 'ભાઉ ભાઉ':મિત્ર ગઢવી-રોનક કામદારની નવી કોમેડી ફિલ્મ 'અસંભાઉઉઉ'નું ટીઝર રિલીઝ

    7 hours ago

    ગુજરાતી સિનેમામાં સતત નવા અને અનોખા પ્રયોગો કરવા માટે જાણીતા પ્રોડ્યુસર વૈશલ શાહ અને આનંદ પંડિત ફરી એકવાર પ્રેક્ષકોને હસાવી-હસાવીને લોટપોટ કરવા માટે સજ્જ થઈ ગયા છે. તાજેતરમાં જ તેને પોતાની આગામી ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’નું અનોખું અને મનોરંજક ટીઝર રિલીઝ કર્યું છે. અંબાલાલની આગાહી છે - "આ ભાઈ નઈ, તબાહી છે!" - બસ આ જ મનોરંજક અંદાજ સાથે ફિલ્મનું ટીઝર પ્રેક્ષકો સામે આવ્યું છે. ડૉગ સાથે જોડાયેલી અનોખી અને ફની સ્ટોરી ફિલ્મના ટાઈટલ અને ટીઝરમાં જોવા મળતી ઝલક મુજબ, 'અસંભવ' શબ્દમાં 'ભાઉઉઉ' (શ્વાનનો ભસવાનો અવાજ) ઉમેરીને ખૂબ જ ક્રિએટિવ નામ 'અસંભાઉઉઉ' રાખવામાં આવ્યું છે. ટીઝરમાં અને પોસ્ટરમાં એક ક્યૂટ ગોલ્ડન રિટ્રીવર ડૉગ જોવા મળે છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં પેટ એનિમેલ્સ અને પરિવાર વચ્ચેની કોમેડી, ઈમોશન્સ અને ધમાલ જોવા મળશે. તગડી સ્ટારકાસ્ટ અને મજબૂત ડિરેક્શન આ ફેમિલી એન્ટરટેનર ફિલ્મનું ડિરેક્શન પાર્થ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે મિત્ર ગઢવી, રોનક કામદાર, શિવાની ભારદ્વાજ અને તત્સત મુનશી જોવા મળશે. અન્ય કલાકારોમાં ચેતન દહિયા, પ્રેમલ યાજ્ઞિક, હેતલ મોદી, જીતેન્દ્ર ઠક્કર, તુષારિકા રાજયગુરૂ, જસ્સી ગઢવી અને પ્રિન્સી પ્રજાપતિ છે. રક્ષાબંધનના તહેવાર પર થશે રિલીઝ મેકર્સ દ્વારા આ મનોરંજક ફેમિલી ડ્રામાની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. 'અસંભાઉઉઉ' રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે 28 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈને ધૂમ મચાવશે. પ્રેક્ષકો હવે આ "ભાઉ ભાઉ" મોમેન્ટ્સ અને ધમાકેદાર કોમેડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘Feels like career over’: The online campaign to intimidate women part of CJP protest
    Next Article
    'સાંસદ કે ધારાસભ્ય નહીં, મારા તો સરપંચ બનવું છે':અભિજીત દિપકે જણાવ્યું CJP કેવી રીતે કામ કરશે, કહ્યું- રાજકીય પક્ષ નહીં બનાવીએ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment