Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ઘડોઈ ગામે દીપડાઓનું ટોળું દેખાયું:સ્થાનિકોમાં ભય, વન વિભાગને જાણ કરાઈ

    2 days ago

    વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં રાત્રિના સમયે દીપડાઓનું એક ટોળું જોવા મળ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામની નજીક એકસાથે અનેક દીપડા દેખાતા લોકોમાં ચિંતા વધી છે. દીપડાઓની હિલચાલ કેમેરામાં કેદ થઈ હતી, જે વાયરલ થઈ છે.ગ્રામજનો એકબીજાને રાત્રિના સમયે બહાર ન નીકળવા અને બાળકોને એકલા ન મોકલવા અપીલ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિકોએ વન વિભાગને દીપડાઓને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવા તેમજ ગામમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. હાલમાં ગ્રામજનોને સતર્ક રહેવા અને કોઈપણ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપસંદ કલબમાં જુગાર, 180ની ધરપકડ, 20 કલાકથી રેડ ચાલુ:મુખ્ય સંચાલક ગામો, નિવૃત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસનો બોબી પટેલના કનેક્શનની ચર્ચા
    Next Article
    Opinion: Opinion | 17 Dead, 166 Trapped: How Indian Seafarers Became 'Collateral' In Others' Wars

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment