Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ એક્સપાયર્ડ ચણા-દાળ મોકલાયા:પાંડેસરામાં સગર્ભાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં; વાસી માલ પધરાવી વહીવટી તંત્ર હાથ ઊંચા કરે છેઃ સપ્લાયર

    6 days ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતાં વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. 25થી વધુ આંગણવાડીમાં એક્સપાયરી ડેટ વાળો જથ્થો પહોંચ્યો પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં 'ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ'માંથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ-ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી, ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારનીય પૂરી થઈ ચૂકી હતી. આ ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે 'સંજીવની' બનવો જોઈતો હતો, તે સરકારી બાબુઓની બેદરકારીના કારણે આરોગ્ય માટે સીધું જોખમ બની ચૂક્યો હતો. દુકાનદારનો ખુલાસો- સરકારી ગોડાઉનમાંથી જ વાસી માલ મોકલવામાં આવે છે આ ગંભીર મામલે દુકાન નંબર U-48ના માલિક સંજયકુમાર નટવરલાલ શાહે જણાવ્યું કે, આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ ડેટ વાળો મોકલવામાં આવે છે. જ્યારે સુરતના સરકારી ગોડાઉનમાંથી રાશનનો માલ મોકલવામાં આવે છે, ત્યારે વેપારીઓએ તે ફરજિયાત સ્વીકારવો પડે છે. જો વેપારીઓ આ ખરાબ કે એક્સપાયર્ડ માલ પરત કરવાનો પ્રયાસ કરે, તો સરકારી ગોડાઉન અને સંબંધિત અધિકારીઓ ઉપરથી રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે. આમ, વાસી માલ પધરાવીને વેપારીઓના માથે ચોંટાડી દેવામાં આવે છે. 2311 કિલો ચણા અને 1980 કિલો દાળનો જથ્થો અટવાયો વેપારી સંજયકુમાર શાહે વધુમાં જણાવ્યું કે, તેમની દુકાન હેઠળ કુલ 24 આંગણવાડીનો માલ આવે છે. જૂન- જુલાઈ દરમિયાન 28 જૂને આવેલો આ માલ જ્યારે ખોલીને જોવામાં આવ્યો, ત્યારે જ તે એક્સપાયર્ડ હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ તેમની દુકાનમાં 2311 કિલો ચણા અને 1980 કિલો દાળનો મોટો જથ્થો સડી રહ્યો છે. આટલો મોટો જથ્થો સ્ટોક કરી રાખવાના કારણે તેમની દુકાનમાં જગ્યાની ભારે અછત સર્જાઈ છે. ચોમાસાની ઋતુ હોવાથી જો આ માલ બહાર મૂકવામાં આવે તો વરસાદમાં પલળીને વધુ ખરાબ થઈ જાય તેમ છે. વળી, કંટ્રોલનો અન્ય સામાન્ય માલ રાખવા માટે પણ જગ્યા બચી નથી. અધિકારીઓની જવાબદારીમાંથી છટકબારી આક્ષેપ છે કે, એક્સપાયર્ડ માલ આવ્યા બાદ વેપારી દ્વારા ગોડાઉન મેનેજર તેમજ ઝોનલ ઓફિસર કેતુ કાવડને રૂબરૂ અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે, આંગણવાડીની બહેનો પાસે લેખિતમાં લેવડાવીને માલ પરત લઈ લેવાશે, પરંતુ વારંવાર રજૂઆતો અને ફોન કરવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઊલટાનું આંગણવાડી કાર્યકરો પણ હવે આ માલ સ્વીકારવા કે પરત લેવાની ના પાડી રહ્યા છે. અધિકારીઓ માત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અંગૂઠા મરાવીને વાસી જથ્થો પધરાવી દેવાનો મોટો પ્રશ્ન? હવે જ્યારે નવા મહિનાનો પોષણનો જથ્થો વિતરણ માટે આવ્યો છે, ત્યારે વેપારીઓમાં એક નવો ડર ઊભો થયો છે. નવા પોષણ માટે જ્યારે લાભાર્થી કે આંગણવાડી બહેનો અંગૂઠા મારશે, ત્યારે સિસ્ટમમાં આ જૂના અને એક્સપાયર્ડ દાળ-ચણાના જથ્થાના પણ અંગૂઠા પડી જશે અને ચોપડે વિતરણ થઈ ગયું હોવાનું દર્શાવી દેવાશે! જો આમ થશે તો આટલો મોટો વાસી માલ બારોબાર સગેવગે થઈ જશે અથવા સગર્ભા મહિલાઓના પેટમાં જશે. આ ગંભીર બેદરકારી સામે તુરંત કડક તપાસ કમિટી નીમી દોષિત અધિકારીઓ અને સપ્લાયરો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માગ ઊઠી છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત મનાતા ભાજપની ઉજવણી:પાંચમાં રાઉન્ડના અંતે સતિષ પટેલ 9877 મતથી આગળ, કોંગ્રેસ પહેલા રાઉન્ડથી જ પાછળ
    Next Article
    Babar Azam's Unexpected Reply As Pakistan Drop Star Pacer From 2nd Test vs WI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment