Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમની:માનુષી છિલ્લરે વંદે માતરમ્ પર પરફોર્મ કર્યું; ભારતને ધ્વજ સોંપવામાં આવ્યો

    3 days ago

    કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમની ગ્લાસગોમાં ચાલુ છે. ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમ બાદ નાઇજિરિયન કલાકારોએ પોતાની પ્રસ્તુતિમાં સ્કોટલેન્ડના કલ્ચરની ઝલક દર્શાવી. ત્યારબાદ પ્રખ્યાત બેન્ડ એલિફન્ટ સેશન્સે મ્યુઝિક, ફંક, રોક અને ઇલેક્ટ્રોનિક ડાન્સથી સ્કોટિશ ટ્રેડિશન દર્શાવ્યું. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રુકાએ 2030 ગેમ્સના યજમાન ભારતને ફ્લેગ સોંપ્યો. આ દરમિયાન નીરજ ચોપરા, પી.ટી. ઉષા અને ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. ફોટોઝ જુઓ… હાઇલાઇટ્સ સ્ટોરીમાં ગેમ્સની ક્લોઝિંગ સેરેમની વિશે જાણો… સેરેમનીની થીમ છે ‘કનેક્શન’ સેરેમની ગ્લાસગોના ‘ઓવો હાઈડ્રો એરિના’માં શરૂ થશે. શોની મુખ્ય થીમ છે કનેક્શન. એટલે કે 74 કોમનવેલ્થ દેશોને જોડવા અને એથ્લેટ્સને, ગ્લાસગોના લોકોને થેંક્યુ કહેવું. સ્કોટલેન્ડનો રોક બેન્ડ ‘સિમ્પલ માઇન્ડ્સ’, સ્થાનિક કલાકાર કેમી બર્ન્સ, બેમ્ઝ અને સેન્ડી થોમ સ્કોટલેન્ડને શ્રદ્ધાંજલિ આપશે. ફોક-ઇલેક્ટ્રોનિક બેન્ડ ‘એલિફન્ટ સેશન્સ’ પરફોર્મ કરશે. પહેલીવાર તમામ 74 દેશોને બેટન મળશે કિંગ્સ બેટન રિલે પ્રથમ વખત 1958 કાર્ડિફ ગેમ્સમાં શરૂ થઈ હતી. બેટન લગભગ 470 મિલીમીટર લાંબુ અને દરેક બાજુ 70 મિલીમીટર પહોળું હોય છે. તેમાં કિંગ ચાર્લ્સ III નો સંદેશ રાખવામાં આવે છે. ગ્લાસગોમાં પ્રથમ વખત તમામ 74 દેશો અને પ્રદેશોને પોતાનું અલગ કસ્ટમાઇઝ્ડ બેટન મળશે. તેને તમામ દેશો પોતાની સંસ્કૃતિ પ્રમાણે ડિઝાઇન કરી શકે છે. ગુજરાતને ટ્રિબ્યુટ આપશે કલાકારો ભારત માટે 20 મિનિટનો ખાસ ‘હેન્ડઓવર સેગમેન્ટ’ હશે. તેમાં શંકર મહાદેવન તેમના પુત્ર સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરશે. તેમની સાથે ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદી અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળશે. પર્ફોર્મન્સમાં ખાસ કરીને ગુજરાતને ટ્રિબ્યુટ આપવામાં આવશે, જ્યાં 2030ની ગેમ્સ રમાવાની છે. 2030માં ગેમ્સના 100 વર્ષ પૂરા થશે 2030માં કોમનવેલ્થ ગેમ્સ તેના 100 વર્ષ પૂરા કરશે. પ્રથમ એડિશન 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાયું હતું. ભારત બીજી વખત ગેમ્સની યજમાની કરશે. 2010ની ગેમ્સ ભારતના દિલ્હીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત ગેમ્સની યજમાની કરી છે. કેનેડા અને સ્કોટલેન્ડમાં 4 વખત ટુર્નામેન્ટ રમાઈ હતી. ભારત 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે ભારત આ પહેલા પણ અનેક મોટી મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યું છે. 1951 અને 1982માં એશિયન ગેમ્સ દિલ્હીમાં રમાઈ હતી. 2003માં આફ્રો-એશિયન ગેમ્સ હૈદરાબાદમાં યોજાઈ હતી. પછી 2010માં દિલ્હીમાં ભારતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. યજમાનીમાં ભારતે 101 મેડલ જીત્યા હતા 2010ની આવૃત્તિમાં ભારતે 101 મેડલ જીત્યા હતા. તેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 26 બ્રોન્ઝનો સમાવેશ થતો હતો. આ અત્યાર સુધી ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    "Major Loss": On Jamshedpur FC's ISL Withdrawal, India Goalkeeper Gurpreet Singh Sandhu's Big Statement
    Next Article
    Moviegoers Spotted Fighting During Spider-Man Screening Over Alleged Spoilers

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment