Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતામાં દેશમાં નંબર વન સુરતમાં કચરાનું સામ્રાજ્ય:રેલવે ગરનાળાથી ફૂલ માર્કેટ સુધી કચરાના સામ્રાજ્યથી રોગચાળાની ભીતિ

    9 hours ago

    સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન લાવનાર સુરત શહેરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. શહેરના વ્યસ્ત અને મહત્વના ગણાતા રેલવે ગરનાળાથી લઈને ફૂલ માર્કેટ સુધીના સમગ્ર વિસ્તારમાં ઠેર-ઠેર કચરાના વિશાળ ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા નાગરિકો પાસેથી દર વર્ષે લાખો રૂપિયાનો વેરો વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં આ વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. વારંવાર લિખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં મનપાના જવાબદાર કર્મચારીઓ કે સફાઈ કામદારો દ્વારા નિયમિતપણે કચરો ઉપાડવામાં આવતો નથી, જેના કારણે મહાનગરપાલિકાની સમગ્ર કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જાહેરમાં ગંદકીના કારણએ રોગચાળો ફેલાવાની ભીતિ જાહેર રસ્તાઓ પર દિવસો સુધી કચરો પડી રહેવાના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં તીવ્ર અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક લોકો અને રાહદારીઓ ગંભીર રોગચાળાની ભીતિ હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. કચરાના ઢગલાઓ મચ્છર અને અન્ય ઝેરી જીવજંતુઓનું કાયમી ઉછેરકેન્દ્ર બની ગયા છે, જેનાથી ભવિષ્યમાં જો કોઈ ગંભીર મહામારી કે રોગચાળો ફાટી નીકળે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવો તીખો પ્રશ્ન સ્થાનિક રહીશો ઉઠાવી રહ્યા છે. મનપાના આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ ન કરવામાં આવતાં કંટાળેલા કેટલાક સ્થાનિકો તથા વેપારીઓ જાતે જ આ કચરાને સળગાવીને તેનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કચરો સળગાવવાના કારણે સમગ્ર વિસ્તારમાં ઘટ્ટ ધુમાડો ફેલાય છે, જેનાથી વાયુ પ્રદૂષણનું જોખમ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઝેરી ધુમાડાના કારણે શ્વાસના દર્દીઓ, નાના બાળકો અને વડીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈ ન થવાના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિ હવે પર્યાવરણીય અને આરોગ્ય વિષયક મોટું સંકટ બની રહી છે. કચરાના કારણે ગટર બ્લોક થવાની સમસ્યા સ્થાનિક નરેન્દ્ર નારીયાએ જણાવ્યું હતું કે, ફૂલ માર્કેટથી લાઈ સ્ટેશન સુધી, રેલવેની દીવાલ છે બંને સાઈડ ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો પડેલો હોય છે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગટરો બ્લોક થાય છે અને બધો જ કચરો તણાઈને અહીંયા આવે છે. અહીંયા સાફ કરવામાં આવે છે ત્યારે જેસીબીથી કચરો ખેંચવામાં આવે છે છતાં કચરો ખેંચાતો નથી અને એટલો બધો કચરો પડેલો હોય છે ને ત્યારે કોઈ આ રોડ ઉપર નીકળે છે ત્યારે એ કચરાને આગ લગાવી દેવામાં આવે છે. અત્યારે ઘણા બધા વૃક્ષોની સાથે તમે જોઈ શકશો કે નીચે જ કચરો મૂકેલો છે અને આગ લગાવતા હોય છે આના હિસાબે વૃક્ષો પણ બધા જતા રહે છે અને કચરો એમનો એમ જ હોય છે. કચરાનો નિકાલ ક્યારેય થતો નથી. તેમણે જણાવ્યું હતું કે મેં લેખિત અને મૌખિક પણ એસએમસી ને ઘણી વખત ફરિયાદ કરી છે પરંતુ કંઈ થતું નથી
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મુખ્યમંત્રીના હસ્તે રૂ.268 કરોડના કામોને લીલીઝંડી અપાઇ:સમયના અભાવે સ્પીચ ન આપતા વાઘાણીને ભૂપેન્દ્ર પટેલે લપેટમાં લીધા, પૂર્વ શિક્ષણમંત્રીએ દિલ્હી જંતરમંતરની ઘટનાને વખોડી
    Next Article
    Video: 2 Helicopters Collide Mid-Air While Battling Greek Wildfires

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment