Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરખડીયા હનુમાનજી રસ્તે ડાલામથ્થા દર્શન:​ગિરનાર જંગલમાં બે ડાલા મથ્થા સિંહોનો રોયલ અંદાજ, સરખડીયા હનુમાનજીના રસ્તે પાણી પીતા ડાલામથ્થાના દર્શનથી શ્રદ્ધાળુઓ ખુશખુશાલ..

    11 hours ago

    જૂનાગઢમાં મેઘર મહેર વચ્ચે ગિરનારના જંગલ વિસ્તારમાં એક અદ્ભુત અને મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે. વરસાદી માહોલ અને ચોમાસાની આહલાદક ઋતુ વચ્ચે જંગલમાંથી બે નર સિંહો અચાનક રસ્તા પર આવી પહોંચ્યા હતા. ગિરનારના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે ડાલામથ્થા સિંહોની આ રોયલ લટારે ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ​આ નયનરમ્ય દ્રશ્ય ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ સરખડીયા હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા પર જોવા મળ્યું હતું. મંદિરના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓ અચાનક જ રસ્તા પર બે વનરાજને ચાલતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જંગલની વચ્ચેથી પસાર થતા પાકા રસ્તા પર બંને નર સિંહ પોતાની ગંભીર અને રોયલ અદામાં આરામથી ચાલી રહ્યા હતા. ​વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીના ખાબોચિયામાંથી સિંહોએ ખૂબ જ શાંતિથી પાણી પીને પોતાની તરસ છીપાવી હતી. સિંહો રસ્તાની વચ્ચોવચ આવી જતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને વનરાજોને કોઈપણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના દૂરથી જ સુરક્ષિત રીતે ઊભા રહી ગયા હતા. ​મંદિરે જઈ રહેલા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને અચાનક જ ડાલામથ્થાના દર્શન થતાં તેઓ અત્યંત આનંદિત અને ખુશખુશાલ થઈ ગયા હતા. જંગલના રાજા ગણાતા આ બંને નર સિંહોની વનરાજી વચ્ચેની રોયલ ચાલ અને તેમની શાહી અદાઓને લોકોએ પોતાના કેમેરામાં પણ કંડારી લીધી હતી, જેનો વિડીયો હાલ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના સરબતિયા તળાવમાં મહિલા ખાબકી:યુવાનોએ બચાવી; આભાર માનવાને બદલે મહિલા ગુસ્સે ભરાઈ ગાડી લઈ ફરાર
    Next Article
    હાપા યાર્ડમાં ચોમાસામાં પાણી નહીં ભરાય:રાજકોટ ડિવિઝને સમસ્યાનાં કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કર્યું, વર્ષો જૂની મુશ્કેલીનો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment