Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ધારાસભ્યએ સ્વખર્ચે બિસ્માર રસ્તાનું કામ શરૂ કરાવ્યું:નગરપાલિકા-જીયુડીસીની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ, કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

    9 hours ago

    પાટણ શહેરના નિર્મળ નગર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓ અને ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી આ સમસ્યાઓનો ઉકેલ ન આવતા ધારાસભ્ય કિરીટ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે પોતાના સ્વખર્ચે રોડ-રસ્તાની સમારકામ કામગીરી શરૂ કરાવી છે અને એક અઠવાડિયામાં કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નિર્મળ નગર, અનંતતા બંગલોઝ અને આસપાસની 30 થી 35 સોસાયટીઓમાં છેલ્લા 15 વર્ષથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. સ્થાનિક રહીશોના મતે, મુખ્ય રસ્તો બંધ થવાથી દૈનિક અવરજવર મુશ્કેલ બની છે. ગટરના પાણી 24 કલાક રસ્તાઓ પર ઉભરાય છે અને પીવાના પાણીની લાઈનમાં ભળતા હોવાથી આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. રસ્તા પરના ખાડાઓને કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, જેમાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે. ચીફ ઓફિસર અને પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થળ નિરીક્ષણ બાદ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે બહુચર માતા પમ્પિંગ સ્ટેશનની રાઇઝિંગ પાઇપ છેલ્લા 9 મહિનાથી તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા તેના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. ચીફ ઓફિસરે પણ સ્થાનિક મહિલાઓની રજૂઆતો પ્રત્યે બેદરકારી દાખવી હતી. આ પરિસ્થિતિને જોતા, ધારાસભ્યએ હાલ પૂરતો રસ્તો પૂરવા પોતાના ખર્ચે વેટમિક્સ અને રેતી મંગાવી કામગીરી શરૂ કરાવી છે. તેમણે ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયા કે 10 દિવસમાં પમ્પિંગ સ્ટેશન અને રસ્તાનું કામ શરૂ નહીં થાય, તો તેઓ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરશે તેમજ જીયુડીસીની ઓફિસ સામે ભૂખ હડતાલ અને ધરણાં કરશે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં જૈશ-એ-મોહમ્મદના કાવતરાનો પર્દાફાશ:આતંકી પોલીસની વર્દી પહેરીને ઘૂસવાનો હતો, STFએ તેની ગર્લફ્રેન્ડની પણ ધરપકડ કરી
    Next Article
    US-Iran Conflict, RBI MPC Decision, SBI Q1 Earnings & More — The Week Ahead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment