Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના આમરણ પાસે ડેમી નદીનું ડાયવર્ઝન ધોવાયું:ભારે વાહનો માટે રસ્તો બંધ, વાહનચાલકોને હાલાકી

    17 hours ago

    મોરબીના આમરણ નજીક ડેમી નદી પર પુલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે બનાવેલું ડાયવર્ઝન ડેમી નદીના પાણી ફરી વળવાને કારણે ધોવાઈ ગયું છે. પરિણામે, આમરણથી જોડિયા તરફ જતો માર્ગ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની સપાટી વધી છે. મોરબી તાલુકામાં આમરણથી જોડિયા તરફના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નવા બની રહેલા પુલની બાજુમાંથી વાહનોની અવરજવર જાળવી રાખવા માટે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. આ પુલ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કચ્છથી માળીયા થઈને જામનગર તરફ જવા માટેના રોડ પર આમરણ નજીક મેલડી માતાજીના મંદિર પાસે નિર્માણ પામી રહ્યો છે. શનિવારે ડેમી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું. હાલમાં બાઇક, સ્કૂટર અને રીક્ષા જેવા નાના વાહનોને નવા બની રહેલા પુલ પરથી અવરજવર માટે મંજૂરી અપાઈ છે, પરંતુ ટ્રક, ડમ્પર અને ટેન્કર સહિતના ભારે વાહનો માટે આ માર્ગ હજુ પણ બંધ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં કાળીપાટ નજીક ગોઝારો અકસ્માત:ટ્રક સાથેની જોરદાર ટક્કરમાં સ્વિફ્ટ કારનો બુકડો, ફાયર બ્રિગેડે હાઈડ્રોલિક સ્પ્રેડર અને રસા વડે પતરાં ચીરીને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો
    Next Article
    અમદાવાદના ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ:પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટિકર મારી ₹5000 સુધીના ભાવે વેચતા, ચાર લોકોને નોકરીએ રાખ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment