Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરીરાજ જૈન સંઘે બાળકો માટે શિબિર યોજી:સાધ્વી નિધિરત્નાશ્રીજીની નિશ્રામાં જ્ઞાનવર્ધક આયોજન

    11 hours ago

    શ્રી ગીરીરાજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા 02 ઓગસ્ટ 2026, રવિવારના રોજ રૂચકગિરિ આરાધના ધામ (પાઠશાળા હોલ) ખાતે નાના બાળકો માટે જ્ઞાનવર્ધક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સાધ્વીજી નિધિરત્નાશ્રીજી મ.સા.ની નિશ્રામાં યોજાઈ હતી. સવારે 8:30 થી 10:00 કલાક દરમિયાન યોજાયેલી આ શિબિરમાં 8 વર્ષ અને તેથી ઉપરના અનેક બાળકો અને બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોને ધાર્મિક શિક્ષણ બોજારૂપ ન લાગે અને તેઓ રસપૂર્વક શીખી શકે તે હેતુથી સાધ્વીજી ભગવંત દ્વારા રમતો અને સરળ દ્રષ્ટાંતો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકોમાં બાળપણથી જ સારા સંસ્કારોનો પાયો મજબૂત બને, ગુરુજનો પ્રત્યે આદર અને જીવદયા જેવા ગુણો વિકસે તેવું પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રવિવારની સવારે બાળકોની વિશાળ ઉપસ્થિતિ અને તેમનો ધર્મ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન કરવાના આ પ્રયાસમાં વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પતિની પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ:ફોનમાં પ્રેમભર્યા મેસેજથી ભેદ ખુલ્યા બાદ પતિ અન્ય સ્ત્રી સાથે ઝડપાયો, સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી
    Next Article
    Fresh Twist In Hardik Pandya Trade, Mumbai Indians Deny Talks With CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment