Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં કથિત ઉશ્કેરણીજનક પ્રવચન મામલે મૌલાના સામે ગુનો નોંધાયો:સતાર મૌલાના સામે ધાર્મિક લાગણી દુભાવવા અને વૈમનસ્ય ફેલાવવાનો આરોપ

    7 hours ago

    પોરબંદર શહેરમાં ધાર્મિક લાગણી દુભાવવા અને બે સમુદાયો તેમજ મુસ્લિમ સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા કથિત ઉશ્કેરણીજનક પ્રવચનના મામલે પોરબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196(1)(a), 196(1)(b), 299 અને 352 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 20 જુલાઈની રાત્રે કાર્યક્રમ દરમિયાન પ્રવચન આપ્યું હતું પોલીસ ફરિયાદ અનુસાર, 20 જુલાઈની રાત્રિથી 21 જુલાઈની વહેલી સવારે પોરબંદરના નગીના મસ્જિદ પાછળ આવેલા તાજુસરીયા હોલ જમાતખાનામાં હૈદરી યંગ કમિટી દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હામદાણીએ માઇક પર પ્રવચન આપ્યું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રવચન દરમિયાન સૈયદ જમાત અને તાજીયા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે સૈયદ જમાત તેમજ સૈયદ અને તાજીયામાં શ્રદ્ધા ધરાવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. વૈમનસ્ય ફેલાવવાના ઇરાદાનો આક્ષેપ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ મુસ્લિમ સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટ અને વૈમનસ્ય ઉભું થાય તેવા ઇરાદાથી ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. આ ઉપરાંત, આ ભાષણનો વીડિયો "અબ્દુલ સત્તાર રાઝવી" નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી આ સમગ્ર મામલે અબ્દુરરસીદ અબ્દુલગફાર બુખાએ પોરબંદર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ ભાષણની સામગ્રી, વાયરલ વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Indian Para Athletes Make History, Deliver Best-Ever Commonwealth Games Show With 7 Medals In 2026
    Next Article
    राज ठाकरे का पीएम मोदी पर पलटवार: "दूसरों की भी मां होती हैं, अपने लोगों को भी समझाइए"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment