Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણના પટલારા પાવર હાઉસમાં ભીષણ આગ:અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ફાયર બ્રિગેડે હાથ ધરી બચાવ કામગીરી; આગ લાગવાનું કારણ હજુ અકબંધ

    11 hours ago

    દમણ કેન્દ્રશાસિત પ્રદેશના પટલારા વિસ્તારમાં આવેલા પાવર હાઉસમાં શનિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા હતા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ પાવર હાઉસમાં આગ લાગતાં જ દમણના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળી બંધ થતાં રહેવાસીઓ તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વીજ વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. જાનહાનિ નહીં, પરંતુ કરોડોના નુકસાનની આશંકા પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે આગની તીવ્રતા જોતા પાવર હાઉસના સાધનો અને માળખાને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન થઈ શકશે. આગ લાગવાનું કારણ હજુ રહસ્ય આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગના અધિકારીઓ આગના કારણોની તપાસમાં જોડાયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    IGI Airport:IGI एयरपोर्ट पर सुरक्षा को लेकर मॉक ड्रिल | Indira Gandhi
    Next Article
    Commonwealth Games 2026 Live Updates | Day 10 CWG 2026 India Medal Tally: Sakshi Chaudhary, Priya Ghanghas, Arundhati Choudhary Script History With Gold Medals, India Eyes 3 More In Boxing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment