Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:મિલકતનો વિવાદ તુલા રાશિની તરફેણમાં રહેશે, મિથુન અને મકર રાશિને ચારેય તરફથી સફળતા મળશે

    10 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 02 ઓગસ્ટ 2026, રવિવારના રોજ અષાઢ વદ ચોથ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ/મીન છે. રાહુકાળ સાંજે 05:39થી 07:16 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી આજે થોડી રાહત મળવાની છે. જો ઘરની જાળવણી કે નવીનીકરણ અંગે કોઈ યોજનાઓ ચાલી રહી હોય, તો આજે તેનો અમલ કરવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત મુજબ યોગ્ય પરિણામ મળશે. નેગેટિવ: લોકો સાથે ગુસ્સાને બદલે પ્રેમથી વ્યવહાર કરો, જેથી મનદુઃખ શાંતિથી ઉકેલાઈ શકે. નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં. તમારા કામ પ્રત્યે એકાગ્ર રહેવું વધુ સારું રહેશે. કોઈપણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળો. વ્યવસાય: ઘરની સાથે સાથે કાર્યસ્થળ પર પણ વ્યસ્તતા રહેશે. જોકે, કર્મચારીઓના કારણે તમામ કામ સુચારૂ રીતે ચાલતા રહેશે. જેના કારણે તમે તમારા માટે થોડો સમય કાઢી શકશો. નોકરીયાતોને તેમનો ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. લવ: પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે. અવિવાહિત લોકો માટે લગ્ન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું નિયમિત ચેકઅપ કરાવતા રહો. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: તમારા સંપર્કોને વધુ મજબૂત બનાવો, આના માધ્યમથી તમને કોઈ સિદ્ધિ મળવાની શક્યતા બની રહી છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન તમારી ઓળખ અને માન-સન્માન વધારશે. વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોના અવરોધો દૂર થશે. નેગેટિવ: વધુ પડતો ખર્ચ કરવો અને સમયનો યોગ્ય ઉપયોગ ન કરવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વધુ પડતા દેખાડાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવો અને સરળતા અપનાવો. કોઈ નજીકના સંબંધી સાથે નકામા વાદ-વિવાદમાં ન પડો અને પરિવાર પર ધ્યાન આપો. વ્યવસાય: વ્યવસાય કે નોકરીમાં કોઈ પ્રકારના પરિવર્તન કે બદલીની પરિસ્થિતિઓ બની રહી છે અને આ પરિવર્તન લાભદાયી પણ સાબિત થશે. શેરબજાર અને જોખમી પ્રવૃત્તિઓથી બચો, કારણ કે તમારી સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત થઈ શકે છે. લવ: પરિવારની નાની-મોટી બાબતોને અવગણો, આનાથી સંબંધો ઉત્તમ રહેશે. પાર્ટનરને કોઈ ભેટ ચોક્કસ આપો. સ્વાસ્થ્ય: વર્તમાન નકારાત્મક વાતાવરણને કારણે બેદરકારી દાખવવી યોગ્ય નથી. થોડી કાળજી તમને સ્વસ્થ રાખશે. લકી કલર: સફેદ લકી નંબર: 6 પોઝિટિવ: દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કામ સંબંધિત રૂપરેખા બનાવી લો, કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ બની રહી છે. આ ઉત્તમ સમયનો યોગ્ય ઉપયોગ કરો. ઘરના નવીનીકરણ કે સુધારા સંબંધિત કામો પર પણ વિચાર-વિમર્શ થશે. નેગેટિવ: નકામો સમય વિતાવવાને બદલે તમારા કામ પર ધ્યાન આપો. સમય અનુસાર તમારા વર્તન અને લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં પડીને અભ્યાસ પ્રત્યે બેદરકારી દાખવશે. વ્યવસાય: વ્યવસાય સંબંધિત કાર્યોમાં બેદરકારી અને આળસ કરવાથી મુશ્કેલીઓ આવી શકે છે, તેથી યોજનાબદ્ધ રીતે તમારા કામ પૂર્ણ કરો. ઓફિસ સંબંધિત કાગળો વ્યવસ્થિત અને પૂર્ણ રાખો. નોકરીમાં કોઈ ખાસ સત્તા મળશે. લવ: વૈવાહિક જીવનમાં કોઈ બહારની વ્યક્તિની દખલગીરી ન થવા દો. કોઈપણ પારિવારિક મુદ્દો પરસ્પર બેસીને જ ઉકેલો. સ્વાસ્થ્ય: વધુ પડતી દોડાદોડીના કારણે થાક અને નબળાઈ રહી શકે છે. આરામ પર ચોક્કસ ધ્યાન આપો. લકી કલર: લીલો લકી નંબર: 4 પોઝિટિવ: આજે કેટલાક ખાસ લોકોને મળવાની તક મળશે. તમને ઘણી નવી માહિતી મળશે. યોજનાબદ્ધ રીતે તમારી કાર્યપદ્ધતિને વ્યવસ્થિત કરો. યુવાનોને તેમના પ્રયાસો મુજબ સારા પરિણામો પણ મળશે અને કોઈ સમસ્યા પણ ઉકેલાતી જણાશે. નેગેટિવ: સાવચેત રહો, તમારી કોઈ અંગત વાત જાહેર થઈ શકે છે. બીજાની મુશ્કેલીઓમાં ગૂંચવાવાને બદલે માત્ર તમારા પોતાના કામથી જ મતલબ રાખો. જૂની નકારાત્મક બાબતોને વર્તમાન પર હાવી ન થવા દો. કોઈ પેમેન્ટ અટકવાથી મુશ્કેલીઓ આવશે. વ્યવસાય: વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ પર કામ શરૂ થશે. જોકે તમારા વિરોધીઓ તમને લક્ષ્યથી ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમને સફળતા મળશે. નોકરીમાં અટકેલા પ્રોજેક્ટ સંબંધિત બાબતોમાં ઝડપ આવી શકે છે. લવ: વૈવાહિક જીવન સુખદ રહેશે. ઘરમાં આનંદ-પ્રમોદની પળો વિતશે. પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય: ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય સંબંધિત નિયમોને તમારી દિનચર્યામાં ચોક્કસ સામેલ કરો. લકી કલર: ક્રીમ લકી નંબર: 9 પોઝિટિવ: ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્ય સંબંધિત આયોજન થશે. તમારો નમ્ર અને સરળ સ્વભાવ તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. આજે તમે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર થઈને આગળ વધશો અને સફળતા પણ મળશે. નેગેટિવ: આજે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન કરવો, છેતરપિંડી થવાની શક્યતા છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. નાણાકીય બાબતો પહેલાની જેમ જ રહેશે. વ્યવસાય: આ સમયે વ્યવસાયમાં કેટલાક પડકારો રહેશે. યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. સંયમ જાળવી રાખો. સ્ટાફની પ્રવૃત્તિઓ પર ઝીણવટભરી નજર રાખો. ઓફિસમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ: દામ્પત્ય સંબંધોમાં મધુરતા અને ખુશીઓ આવશે. મિત્રો સાથેની મુલાકાત પણ આનંદ આપશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, તેથી કોઈપણ પ્રકારની ચિંતા ન કરો. માત્ર પ્રદૂષણથી પોતાનું રક્ષણ કરો. લકી કલર: કેસરી લકી નંબર: 2 પોઝિટિવ: અત્યંત વ્યસ્ત દિનચર્યા રહેશે. કાર્યો સરળતાથી પૂર્ણ થશે. આજનો દિવસ મહિલાઓ માટે ખાસ કરીને ખૂબ જ રાહતભર્યો રહેશે. તમારી જીવનશૈલી અને બોલવાની રીત અન્ય લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. નેગેટિવ: ધ્યાન રાખો કે વગર કોઈ કારણે કોઈ આક્ષેપ કે બદનામી જેવી સ્થિતિ બની શકે છે. બીજાની અંગત બાબતોથી પોતાને દૂર રાખો. માનસિક સુખ-શાંતિ માટે કોઈ એકાંત કે ધાર્મિક સ્થળે થોડો સમય ચોક્કસ વિતાવો. વ્યવસાય: આવકના સાધનોમાં સુધારો થશે. કાર્યસ્થળ પર લગભગ તમામ કામ વિઘ્ન વગર પૂરા થશે. નોકરીયાતોને વિશેષ જવાબદારી મળશે. તમારા કાર્યો પૂરી નિષ્ઠાથી કરો કારણ કે પ્રમોશનની તકો બની રહી છે. લવ: મિત્રને મળવાથી મન પ્રસન્ન રહેશે. જૂની ખુશીની યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય: ગેસ અને અપચાના કારણે દિનચર્યા અસ્તવ્યસ્ત રહેશે. હળવો અને પચવામાં સરળ ખોરાક લો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: જો મિલકત સંબંધિત કોઈ મુદ્દો અટકેલો હોય, તો આજે નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે. ઘરમાં માંગલિક કાર્ય સંબંધિત યોજનાઓ બનશે. સંબંધીઓની અવરજવર પણ રહેશે. કોઈપણ કામ કરતા પહેલા તમારા અંતરાત્માનો અવાજ ચોક્કસ સાંભળો, તમને યોગ્ય ઉકેલ મળશે. નેગેટિવ: જો તમે કોઈ યાત્રા કરી રહ્યા છો, તો તમારા સામાન અને ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઘરના કોઈ સભ્યનું જિદ્દી વલણ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે, તેથી યોગ્ય શિસ્ત જાળવી રાખો. લેવડ-દેવડની બાબતોમાં ઉતાવળ ન કરો. વ્યવસાય: કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેશે. પરંતુ ઉતાવળ કરવાને બદલે ગંભીરતા અને સાવધાનીપૂર્વક કામ કરવાની જરૂર છે. નફાની સરખામણીમાં ખર્ચની સ્થિતિ પણ રહી શકે છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક ડીલ થશે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ: ઘરનું વાતાવરણ સંતુલિત રાખવા માટે તમારા પ્રયાસો યોગ્ય રહેશે. સાંજે ડિનર અથવા કોઈ મનોરંજનનો કાર્યક્રમ બનશે. પાર્ટનર સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય: ખાનપાન પ્રત્યેની બેદરકારી તમારી પાચનક્રિયા બગાડી શકે છે, તેથી વ્યવસ્થિત રહો. લકી કલર: બદામી લકી નંબર: 1 પોઝિટિવ: આજે દિવસ ખૂબ જ દોડાદોડીવાળો રહેશે, પરંતુ તમને તમારી મહેનત મુજબ પરિણામ પણ મળતા જશે. આ સમય ભાવુક થવાને બદલે વ્યાવહારિક વિચાર રાખવાનો છે. મહિલાઓ માટે સમય અનુકૂળ છે. નવા સંપર્કો બનશે, જે ફાયદાકારક સાબિત થશે. નેગેટિવ: સોશિયલ મીડિયાનો ઉપયોગ સંભાળીને કરો, કોઈ ગડબડ થવા પર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પોતાના લોકો પર વગર કારણે શંકા કરવાનું ટાળો અને ખર્ચ પર પણ અંકુશ લગાવો. તમારી ક્ષમતા કરતાં વધુ કામનું ભારણ લેવું તમને ખૂબ થકવી દેશે. નકામા કામ ટાળી શકાય છે. વ્યવસાય: વ્યવસાયમાં પૂરી નિષ્ઠા અને મહેનતથી કામ કરવું નફાના માર્ગોને વધુ સરળ બનાવશે. કામકાજી મહિલાઓ પોતાની ભૂમિકા ઉત્તમ રીતે નિભાવશે, પરંતુ નોકરીયાતોએ પોતાના વ્યવસ્થાપનને સુધારવાની જરૂર છે. ઉચ્ચ અધિકારીઓની સલાહ લેવી તમને મદદરૂપ થશે. લવ: ઘર-પરિવારના કાર્યોમાં સહયોગ આપવો અને સૌનું ધ્યાન રાખવું વાતાવરણને સુખદ અને ઉત્તમ રાખશે. સ્વાસ્થ્ય: એલર્જી અથવા કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહી શકે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે યોગ, પ્રાણાયામ વગેરે પર ધ્યાન આપો. લકી કલર: ગુલાબી લકી નંબર: 5 પોઝિટિવ: વ્યસ્ત દિનચર્યા રહેશે. યોજનાબદ્ધ રીતે કાર્યો પૂર્ણ કરવાથી તમને સફળતા મળશે. તમારું પૂરૂ ધ્યાન તમારી અંગત અને પારિવારિક પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત રહેશે. ઘરના વડીલો તરફથી આશીર્વાદ રૂપે કોઈ ભેટ મળી શકે છે. નેગેટિવ: કોઈપણ મહત્વપૂર્ણ કામ માટે ઉતાવળમાં નિર્ણય ન લો. તમારી બનાવેલી નીતિઓ મુજબ જ કામ કરો. કેટલાક લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ બનાવી શકે છે. પરંતુ આ બધી બાબતો પર ધ્યાન આપ્યા વગર તમારા કામમાં વ્યસ્ત રહો. વ્યવસાય: તમારા વ્યવસાયની કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. લાગણીઓને બદલે પ્રેક્ટિકલ થઈને નિર્ણયો લો. તમારા નમ્ર અને શાંત સ્વભાવનો લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ઓફિસમાં કામના બોજને કારણે તણાવ રહેશે. લવ: કોઈ મહત્વપૂર્ણ પારિવારિક કાર્ય તમારા માર્ગદર્શન હેઠળ પૂર્ણ થશે. વૈવાહિક સંબંધોમાં પણ ઉત્તમ તાલમેલ રહેશે. સ્વાસ્થ્ય: અપચો અને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓથી પરેશાન રહેશો. બહારના ખાનપાનથી દૂર રહો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: ગ્રહોની સ્થિતિ ઉત્તમ બની રહી છે. તમામ વર્તમાન કાર્યો યોજનાબદ્ધ રીતે કરો, સફળતા ચોક્કસ મળશે. ભવિષ્યની કોઈ યોજના પર વિચાર થશે. યુવાનોને તેમના પ્રયાસોના અનુકૂળ પરિણામો મળવાના છે. કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બની શકે છે. નેગેટિવ: સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગદાન અવશ્ય આપો. અંગત કાર્યોમાં વ્યસ્તતાને કારણે મિત્રો અને સંબંધીઓને બિલકુલ અવગણશો નહીં. યુવા વર્ગે ધ્યાન રાખવું કે આળસના કારણે તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. લેવડ-દેવડની બાબતોમાં વિઘ્નો આવશે. વ્યવસાય: વ્યાવસાયિક બાબતોમાં અત્યારે કોઈપણ પ્રકારનો ફેરફાર કે નિર્ણય ન લો. યથાવત કાર્યો પર જ ધ્યાન આપો. કોઈ પ્રભાવશાળી પાર્ટી સાથે બિઝનેસમાં મોટી ડીલ થવાની શક્યતા છે. પબ્લિક ડીલિંગમાં પણ નફાકારક સ્થિતિ રહેશે. લવ: પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તાજગી અને સ્ફૂર્તિ જળવાઈ રહેશે. વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત જૂની યાદો તાજી કરશે. સ્વાસ્થ્ય: પાચન સંબંધિત સમસ્યાઓથી બચવા અસંતુલિત ખાનપાન ટાળો. થોડો સમય વ્યાયામમાં પણ ચોક્કસ વિતાવો. લકી કલર: પીળો લકી નંબર: 8 પોઝિટિવ: દિવસ સુખદ વિતશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી દ્વિધા અને બેચેનીમાંથી રાહત મળશે. તમે ફરીથી તમારી ઊર્જા એકઠી કરીને તમારા કામ પર ધ્યાન આપી શકશો. સમયનો અનાદર ન કરો, તો સમય પણ તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવશે. નેગેટિવ: થોડો સમય પોતાને સમજવા માટે પણ ચોક્કસ કાઢો. ક્યારેક તમારો વિચલિત અને ભાવુક સ્વભાવ તમારા માટે જ મુશ્કેલીનું કારણ બની જાય છે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ, દસ્તાવેજો વગેરે સંભાળીને રાખો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય: કાર્યસ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓના સહયોગથી વ્યવસ્થા યોગ્ય રહેશે. આ સમયે માર્કેટિંગ, મીડિયા વગેરે સંબંધિત નવી સિદ્ધિઓ બની રહી છે. મશીનરી સંબંધિત વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. વર્તમાન વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. લવ: પારિવારિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી ચોક્કસ રાખો. આનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. તમારી કાર્યશૈલી અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે. લકી કલર: લાલ લકી નંબર: 3 પોઝિટિવ: નવી ટેકનિકલ માહિતી મળવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે. પરિવારના સભ્યો સાથે સુખ-સુવિધાઓ સંબંધિત ખરીદી કરવામાં આનંદદાયક સમય વિતશે. ખર્ચ વધુ થશે, પરંતુ દરેકની ખુશી આગળ તેનો કોઈ અફસોસ રહેશે નહીં. નેગેટિવ: ક્યારેક મનસ્વી વર્તન અને અતિશય આત્મવિશ્વાસના કારણે તમે છેતરાઈ પણ શકો છો. ફોન પર કે મિત્રો સાથે ફરવામાં તમારો સમય અને પૈસા બગાડશો નહીં. વિચારવામાં વધુ સમય ન બગાડો અને યોજનાઓનો તરત જ અમલ કરો. વ્યવસાય: તમારી વ્યાવસાયિક કાર્યપદ્ધતિમાં ફેરફાર લાવવાની જરૂર છે. જાહેર સંપર્કો વધુ સારા બનાવો. આનાથી વ્યવસાયિક સ્ત્રોતો બનશે. રાજકીય વ્યક્તિની મદદથી તમારા કામ ઉકેલાઈ શકે છે. નોકરીયાતોને પ્રમોશન મળવાની શક્યતાઓ બની રહી છે. લવ: પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે. પારિવારિક વાતાવરણને આનંદદાયક બનાવવા માટે મનોરંજન અને શોપિંગનો પ્રોગ્રામ ચોક્કસ બનાવો. સ્વાસ્થ્ય: વ્યાયામ અને યોગ પર નિયમિત ધ્યાન આપો. સર્વાઈકલ અને સ્નાયુઓનો દુખાવો ફરી ઉપડી શકે છે. લકી કલર: કેસરી લકી નંબર: 2
    Click here to Read More
    Previous Article
    02 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોને વિદેશ જવા માટે સુવર્ણ તક, અંક 7ના જાતકોને પ્રમોશનના યોગ
    Next Article
    જામનગરના વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનના 62 વર્ષ પૂર્ણ:63મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે 51 દીવાની ભવ્ય મહાઆરતી, હજારો ભક્તોએ દર્શન કર્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment