Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી-ટંકારા પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:ટંકારા પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરી

    14 hours ago

    ટંકારા પોલીસે મોરબી સિટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી અગાઉ ટંકારા તાલુકાના નેકનામ–પડધરી રોડ પર બંધ બોડીની ટ્રકમાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત, મોરબી શહેરના તુલસીપાર્ક નજીક અલગ-અલગ ત્રણ વાહનોમાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાના કેસમાં પણ તે ફરાર હતો. પોલીસે આરોપી મોમભાઈ કરમણભાઈ ઉર્ફે ટીહાભાઈ વરૂ (ઉંમર 34, રહે. ઘંટેશ્વર ગામ, બાયપાસ ચોકડી, મચ્છુ માતાના મંદિર સામે, તા.-જી. રાજકોટ) ને ઝડપી પાડી કાયદેસરની અટકાયત કરી છે. ટંકારા પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બેચરાજી બસ સ્ટેશને ગુરુપૂર્ણિમાના દિવસે તસ્કરોનો આતંક:ભીડનો લાભ ઉઠાવી સાઈડ પર્સમાં મોટો કાપો મારી 1.43 લાખનું સોનાનું મંગળસૂત્ર અને રોકડ સરકાવી લીધા
    Next Article
    જૂનાગઢ સ્તન કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક લોકાર્પણ:​જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 'બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક'નું ભવ્ય લોકાર્પણ: મહિલાઓના સ્વાસ્થ્ય રક્ષણ માટે સન ફાર્મા અને સિવિલ હોસ્પિટલનો વિશિષ્ટ સેવાયજ્ઞ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment