Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પૂર ઓસર્યા, ખુવારીના દ્રશ્યો સામે આવ્યા:કાશ્મીર નગરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય, લોકો મદદની ગુહાર લગાવી રહ્યા

    1 day ago

    વલસાડ શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ ખુવારીના દ્રશ્યો સામે આવ્યા છે. કાશ્મીર નગર, બરુડિયાવાડ, તળિયાવાડ અને બંદર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને પૂરની આગાહીને કારણે આ વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાયા હતા. 23 જુલાઈના પૂર બાદ આ બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાણી ઓસર્યા પછી સર્વત્ર ગંદકી અને કાદવના થર જામી ગયા છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. કાશ્મીર નગર ફળિયા નંબર-2ના સ્થાનિક રહીશ ગણેશભાઈએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે 4:30 થી 5:00 વાગ્યાની આસપાસ વહીવટી તંત્ર અને પોલીસે આખું ગામ ખાલી કરાવ્યું હતું. રાત્રે અચાનક પૂરના પાણી વધતાં નીચાણવાળા મકાનો છાતી અને ગળાડૂબ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગણેશભાઈના જણાવ્યા અનુસાર, ફળિયાના 70 થી 72 ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. 23 જુલાઈના પૂર બાદ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મળેલી રાશન કિટ્સ અને અન્ય ખાવા-પીવાનો સામાન પણ આ પૂરના પાણીમાં તણાઈ ગયો છે, જેથી લોકો પાસે હવે કંઈ જ બચ્યું નથી. કાશ્મીર નગરના રહેવાસીઓ અને મહિલા અગ્રણીઓએ નગરપાલિકા તથા વહીવટી તંત્ર સમક્ષ તાકીદની રાહત કામગીરી હાથ ધરવા અપીલ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં સફાઈ કામગીરીનો સમાવેશ થાય છે. રસ્તાઓ અને ઘરોમાંથી કાદવ-કીચડ દૂર કરવા માટે તાત્કાલિક જેસીબી અને ફાયર બંબાની મદદથી પાણીનો મારો ચલાવી સફાઈ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, વિસ્તારમાં વીજ પુરવઠો કપાઈ જતાં અંધારપટ છવાયો છે. સ્થાનિકોએ લાઈટ અને પીવાના સ્વચ્છ પાણીનો પુરવઠો ત્વરિત શરૂ કરવાની માંગ કરી છે. ગંદકીના કારણે બીમારી ન ફેલાય તે માટે દવાનો છંટકાવ અને આરોગ્ય વિષયક કાળજી લેવા પણ અપીલ કરવામાં આવી છે. હાલ પૂરના પાણી ઓસરતાં જ લોકો પોતાના ઘર-વખરી સાફ કરવા મથી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર વહેલી તકે પૂરગ્રસ્તોને મદદ પહોંચાડે તેવી લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ: મુખ્ય આરોપીની જામીન અરજી ફગાવી:MBBSના નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી પાસ કરાવાઈ હતી
    Next Article
    Heritage Mustn't Be Lost To Development: Goa Chief Minister Pramod Sawant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment