Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્લાસગોમાં મળશે ગુજરાતને સ્પેશિયલ ટ્રિબ્યુટ!:કોમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદી કરશે ખાસ પરફોર્મ; અમદાવાદ સત્તાવાર મેળવશે યજમાની

    7 hours ago

    ભારત 2 ઑગસ્ટે ધ હાઈડ્રો ખાતે યોજાનારા ગ્લાસગો 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટાર્સથી સજ્જ કલ્ચરલ પ્રોગ્રામ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન તરીકે તેની સત્તાવાર યાત્રાની શરૂઆત કરશે. ક્લોઝિંગ સેરેમનીમાં ભારત સ્કોટલેન્ડ પાસેથી કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ પ્રાપ્ત કરશે, જે આ મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટની 100મી આવૃત્તિ માટે યજમાનીની જવાબદારી સત્તાવાર રીતે અમદાવાદને સોંપશે. 20 મિનિટના 'ઈન્ડિયા હેન્ડઓવર સેગમેન્ટ'માં દેશના ટોચના કલાકારો જોવા મળશે, જેમાં પ્રખ્યાત સિંગર-કમ્પોઝર શંકર મહાદેવન, અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, પ્લેબેક સિંગર ભૂમિ ત્રિવેદી અને સંગીતકાર સિદ્ધાર્થ તથા શિવમ મહાદેવનનો સમાવેશ થાય છે. ત્રણ ભાગોમાં પરફોર્મન્સ થશે… ભારતની સંસ્કૃતિ અને વારસાના ઉત્સવ તરીકે ડિઝાઇન કરવામાં આવેલ આ પરફોર્મન્સ ત્રણ ભાગમાં પ્રસ્તુત થશે, જે દર્શકોને અમદાવાદ 2030 પાસેથી શું અપેક્ષા રાખવી તેની પ્રથમ ઝાંખી આપશે. પહેલો ભાગ: ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના 150 વર્ષની યાદગીરી મનાવશે, જેમાં માનુષી છિલ્લર દેશની સાંસ્કૃતિક ઓળખની ઉજવણી કરતી નાટ્યાત્મક પ્રસ્તુતિ (થિએટ્રિકલ પરફોર્મન્સ)માં ડાન્સર્સના મોટા ગ્રુપનું નેતૃત્વ કરશે. બીજો ભાગ: ભારતીય સિતાર વાદક ઋષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઇપર રોસ એન્સલી વચ્ચેના ક્રોસ-કલ્ચરલ મ્યુઝિકલ સહયોગને રજૂ કરે છે. ગ્લાસગો 2026થી અમદાવાદ 2030ના ટ્રાન્ઝિશનના પ્રતીક રૂપે ભારતીય શાસ્ત્રીય સંગીતને પરંપરાગત સ્કોટિશ અવાજો સાથે મિશ્રિત કરવામાં આવશે. ધ ફિનાલે: કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન રાજ્ય એવા ગુજરાતને ખાસ ટ્રિબ્યુટ સાથે ભારતની મ્યૂઝિકની વિરાસતની ઉજવણી કરશે. શંકર મહાદેવન તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ સાથે પરફોર્મ કરશે, જ્યારે ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદી પણ જોડાશે. આ પ્રસ્તુતિ ભવ્ય કોરિયોગ્રાફી અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી સજ્જ હશે. સેરેમનીમાં ભારતીય સાથે અલગ-અલગ બીજા પરફોર્મન્સ પણ થશે ભારતીય શો-કેસ એ કોમનવેલ્થ ગેમ્સ 2026ના ક્લોઝિંગ સેરેમનીનો એક ભાગ છે, જેમાં સ્કોટિશ રોક બેન્ડ સિમ્પલ માઇન્ડ્સ (Simple Minds), ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડ્રેમ (Delta Goodrem), કેમી બાર્ન્સ, BEMZ, સેન્ડી થૉમ, શેરીન કટકેલ્વિન, એલિફન્ટ સેશન્સ, રેડિયો પ્રેઝન્ટર જ્યોર્જ બોવી અને ડાન્સ ગ્રુપ ડાઇવર્સિટી (Diversity) પણ પરફોર્મ કરશે. નવેમ્બરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદને યજમાન શહેર તરીકે માન્યતા આપવામાં આવી હતી. નવી દિલ્હી 2010 પછી ભારત બીજી વખત આ રમતોની યજમાની કરશે, જે તેની 100મી આવૃત્તિ પણ છે. દિલ્હી 2010માં ભારતનું અભિયાન તેનું અત્યાર સુધીનું સૌથી સફળ કોમનવેલ્થ ગેમ્સ પ્રદર્શન રહ્યું છે, જેમાં ભારતે 38 ગોલ્ડ સહિત 101 મેડલ જીતીને મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    सुरंग बनाकर अमेरिका करेगा हमला...चीन के एक्सपर्ट्स की ये चेतावनी भविष्य के युद्धों की डरावनी कहानी
    Next Article
    વરસાદે આગાહીકારોનો દાવ કરી નાખ્યો:અધિકારી ભરાયા, વિદેશ ના જવાયું; વડોદરામાં નેતાઓની ફોજ મતદાન ના કરાવી શકી!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment