Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ:મણિનગર, વાડજ અને ઇન્કમટેક્સ વિસ્તારના રોડ પાણી-પાણી; બોપલ-ઘુમા અને શેલામાં સાંબેલાધાર

    1 day ago

    આજે 31 જુલાઈ અને આવતીકાલે 1 ઑગસ્ટે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ જારી કર્યું છે. એટલે કે શહેર અને જિલ્લાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે 31 જુલાઈએ બપોરના સમયે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં એસ.જી. હાઈ-વેના પેલેડિયમ મોલ પાસે અને ઈન્ડિયા કોલોની તેમજ સરસપુર વિસ્તારમાં તો પાણી ભરાયા હતા. શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ અને બોપલ અને ઘુમામાં બે ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા તેમજ તમામ સ્કૂલોમાં 1 ઓગસ્ટે રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બપોરે 2થી 4 વાગ્યા સુધી વરસાદ બાદ રાત્રે 8:00 વાગ્યા પછી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં પૂર્વ વિસ્તારમાં મણીનગર, લાંભા, નારોલ, વટવા, જશોદાનગર, સીટીએમ, જમાલપુર, ખાડિયા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બાકરોલ, સરખેજ અને પાલડી વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદના વરસાદની તસવીરો શાહીબાગ વિસ્તારમાં 30 મિનિટ સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ત્યારે રચના સ્કૂલ બહાર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોલા બ્રિજ પર વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. તો સરસપુરમાં વોરાના રોજા પાસે, ચેનપુર અંડરપાસ પાસે સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વોરાના રોજા પાસે ટ્રાફિક થતા એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. જ્યાં તંત્રના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલ્યા વિના જ કામગીરી કરવા પહોંચી ગયા છે એવા ફોટા પાડ્યા હતા. શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદથી પાણી ભરાયા અમદાવાદમાં બપોરે 2:00 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. માત્ર એક કલાક ધોધમાર વરસાદ પડ્યો તો ત્યારબાદ ધીમીધારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો હતો. શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ એસજી હાઇવે, થલતેજ, બોડકદેવ, અને બોપલમાં બે ઇંચ જેટલો પડ્યો છે. જોધપુર, ચાંદખેડા, રાણીપ, જગતપુર, ન્યુ રાણીપ, કાલુપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, એરપોર્ટ, સરદારનગર, દૂધેશ્વર ના શાહપુર વિસ્તારમાં જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આશ્રમરોડ, પાલડી, વાસણા, નવરંગપુરા, ઓગણજ, મેમનગર, ઘાટલોડીયા, જમાલપુર, નરોડા, હંસપુરા એસ્પીરીંગ રોડ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બોપલ અને ઘુમામાં બે ઇંચ વરસાદ પડ્યો બોપલ અને ઘુમામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શેલા વિસ્તારમાં પણ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ક્લબ 07 રોડ અને વીઆઈપી રોડ તેમજ આકાશ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયા હતા લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. અમદાવાદના વરસાદની તસવીરો.
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાની જેવલિન થ્રોની ફાઈનલ:પાકિસ્તાનના અરશદ અને શ્રીલંકાના રુમેશનો પડકાર; ભારતના રોહિત-યશવીર પણ ગોલ્ડ માટે થ્રો કરશે
    Next Article
    Neeraj Chopra Javelin Throw Final LIVE, CWG 2026 LIVE Updates: Neeraj Chopra vs Arshad Nadeem Rivalry Resumes, But Sri Lanka Star Main Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment