Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ ગેમ્સમાં જેવલિન થ્રોની ફાઈનલ:નીરજ ચોપરા સામે પાકિસ્તાનના અરશદ અને શ્રીલંકાના રુમેશનો પડકાર; ભારતના રોહિત-યશવીર પણ ગોલ્ડ માટે થ્રો કરશે

    7 hours ago

    કોમનવેલ્થ ગેમ્સ 2026ની જેવલિન થ્રો ફાઇનલમાં ભારત માટે આજે ગોલ્ડ મેડલ જીતવાની મોટી તક છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતના 'ગોલ્ડન બોય' નીરજ ચોપરા ઉપરાંત રોહિત યાદવ અને યશવીર સિંહ પણ ફાઇનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. ભારતીય ત્રિપુટી સામે પાકિસ્તાનના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ અને ક્વોલિફાયરમાં 82.84 મીટર સાથે ટોપ પર રહેલા શ્રીલંકાના રુમેશ પાથિરાગેનો આકરો પડકાર રહેશે જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ સામે પાકિસ્તાનના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ અને શ્રીલંકાના રુમેશ પાથિરાગેનો પડકાર રહેશે. રુમેશે ક્વોલિફિકેશનમાં 82.84 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નીરજ 79.61 મીટર સાથે પાંચમા સ્થાને રહ્યા હતા. નીરજ vs અરશદ નીરજ અને અરશદની પ્રથમ ટક્કર 2016 સાઉથ એશિયન ગેમ્સમાં થઈ હતી. ત્યાર બાદ બંને 11 ટુર્નામેન્ટમાં આમને-સામને આવી ચૂક્યા છે. તેમાંથી 10 વખત નીરજે અરશદને પાછળ છોડ્યો છે. અરશદને એકમાત્ર સફળતા પેરિસ ઓલિમ્પિક 2024માં મળી હતી. ત્યારે તેણે 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજે 89.45 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 90 મીટર પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 90 મીટરનો આંકડો પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર છે. ટોકિયો ઓલિમ્પિક 2020માં તેણે 87.58 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    दिल्ली का ग्रीन मिशन: एक लाख पौधों की निगरानी करेंगे अधिकारी, जवाबदेही भी होगी तय
    Next Article
    4 Mountaineers Killed, 6 Missing After Avalanche Strikes Peak In PoK

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment