Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંગના રનૌત બની માતા સીતા!:'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થયા બાદ એક્ટ્રેસે સ્કૂલના દિવસોનો ફોટો શેર કર્યો, લખ્યું- 'બધા લિબરલ્સને મારા આશીર્વાદ'

    5 days ago

    નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થયા પછી એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતે પોતાનો એક જૂનો ફોટો શેર કર્યો છે. કંગનાએ પોતાના શાળાના દિવસોનો એક થ્રોબેક ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે, જેમાં તે માતા સીતાના રૂપમાં તૈયાર થયેલી જોવા મળી રહી છે. ફોટો સાથે કંગનાએ કટાક્ષ કરતા લખ્યું કે, 'બધા લિબરલ્સને મારા આશીર્વાદ.' જ્યારે ફિલ્મ 'રામાયણ'માં સાઉથ સ્ટાર સાઈ પલ્લવીનો સીતાના રૂપમાં લુક પણ ચર્ચામાં છે. લાલ સાડી પહેરી સીતા બની કંગના કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્કૂલના દિવસોના નાટકની તસવીર શેર કરી. પહેલી તસવીરમાં કંગના લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેની પાસે ભગવાન રામના રૂપમાં તૈયાર એક છોકરી ઊભી છે, જ્યારે એક બાળક હનુમાનનું રૂપ ધારણ કરીને તેમના ચરણો પાસે બેઠેલું છે. કંગનાએ કેપ્શનમાં આ નાટકમાં ભાગ લેનારા પોતાના બધા મિત્રોના નામ લખ્યા. 'બધા લિબરલ્સને મારા આશીર્વાદ', બીજા ફોટોમાં કટાક્ષ કર્યો કંગનાએ આ પછી એક વધુ ક્લોઝ-અપ ફોટો શેર કર્યો. આ ફોટોમાં તેના વાળ ખુલ્લા છે અને તે પોતાના ડાબા હાથથી આશીર્વાદ આપવાની મુદ્રામાં ઊભી છે. આ ફોટોના કેપ્શનમાં કંગનાએ હસતો ઇમોજી બનાવીને લખ્યું, "બધા લિબરલ્સને મારા આશીર્વાદ." કંગનાની આ પોસ્ટને 'રામાયણ'ના ટ્રેલરમાં સાઈ પલ્લવીના સીતાવાળા લુક સાથે જોડીને જોવામાં આવી રહી છે. સાઈ પલ્લવીના લુક પર પણ ચર્ચામાં ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીના લુક અને તેમના હિન્દી ઉચ્ચારણને લઈને ઘણી ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક લોકો તેના લુક અને હિન્દી બોલવાની રીતની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેના પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ ચર્ચા વચ્ચે કંગના રનૌતની આ થ્રોબેક પોસ્ટ સામે આવી છે. જેન-ઝીને ગટર જનરેશન કહીને વિવાદમાં ફસાઈ કંગના ખરેખર, તાજેતરમાં કંગનાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, 'ખરેખર, તાજેતરમાં કંગનાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, 'સૌથી વધુ આંચકાજનક વર્તન તે યુવાન હિન્દુ મહિલાઓનું છે, જેઓ તે આઝાદી કમાયા વિના સ્વતંત્ર કરિયર ધરાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે. જે મહિલાઓ ખરેખર સ્વતંત્ર હોય છે, તેઓ બળવાખોર નિર્ણયો લે છે, બોલ્ડ અભિપ્રાયો ધરાવે છે, બિન-પરંપરાગત કરિયર પસંદ કરે છે અને તેમના કાર્યોની જવાબદારી પોતે લે છે; તેમણે એવું કરવું જ પડે છે કારણ કે તેઓ પોતાના દમ પર હોય છે, તેઓ આ બધું પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે નથી કરતી.' તેણે વધુમાં ઉમેર્યું, 'અહીં સો-કોલ્ડ (તથાકથિત) પશ્ચિમી સંસ્કૃતિ અપનાવેલી ભારતીય મહિલાઓની એક નવી પેઢી છે, જેને હું 'જનરેશન ગટર' કહું છું. તેમાંથી કેટલીક પાસે સમાજને આપવા માટે કંઈ જ નથી, તેઓ અભ્યાસમાં પણ સારી નથી, પરંતુ તેઓ એટલી ખરાબ અને ભ્રષ્ટ છે કે તેઓ ગૃહિણી પણ બની શકતી નથી. તેમ છતાં તેઓ ડ્રગ્સ, દારૂ કે બોડી કાઉન્ટ્સ રાખવાની પોતાની આઝાદીનું ગર્વથી પ્રદર્શન કરે છે અને શરમ વગર પોતાના માતા-પિતાની કમાણી પર જીવે છે તથા વાસ્તવમાં સ્વતંત્ર બન્યા વિના સ્વતંત્ર જીવન જીવવા માટે સતત લડ્યા કરે છે. એક નમ્ર યાદ અપાવવાનું કે સ્વતંત્ર જીવન કમાવવું પડે છે. જો તમે જવાબદારી લીધા વગર સ્વતંત્ર રહેવાનો પ્રયત્ન કરો છો, તો તમે માત્ર એક વિકૃત વ્યક્તિ જ છો. ગટર છાપ.'
    Click here to Read More
    Previous Article
    Blinded by pellets in 2016, young J&K woman finally gets her Rs 41-lakh due
    Next Article
    ગેંગસ્ટર ઉઝૈર બલોચના ભાઈને ગોળીઓથી વીંધી નાખ્યો:હાલત ગંભીર, લ્યારીમાં ફરી ગેંગવોર ભડકવાનો ડર; ધુરંધર ફિલ્મથી ચર્ચામાં આવ્યો ઉઝૈર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment