Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ:એરપોર્ટ, બાપુનગર વિસ્તારમાં વરસાદ, શાળા કોલેજોમાં આજે રજા

    9 hours ago

    જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે શહેરની દરેક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ બપોરના 12 વાગ્યા સુધી શહેરના કોઈપણ વિસ્તારમાં જરાય પણ વરસાદ જોવા મળ્યો ન હતો અને ઉપરથી તડકો જોવા મળ્યો હતો. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી જેને પગલે શહેરની દરેક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ બપોરના 12 વાગ્યા સુધી શહેરમાં અતિશય તડકો જોવા મળ્યો હતો. જોકે બપોર બાદ નરોડા, શાહીબાગ, હંસપુરા, દિલ્હી દરવાજા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 31 જુલાઈના રોજ અમદાવાદ બોટાદ ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ગાંધીનગર ખેડા પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બપોર બાદ જોવાનું રહેશે કે કેટલો વરસાદ પડશે સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, છોટાઉદેપુર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. જોકે હવામાન વિભાગ દ્વારા આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે આપવામાં આવ્યું હતું. જેને પગલે અમદાવાદ સિવાયના દરેક જિલ્લાઓમાં ભારેથી અધિકારી વરસાદ ખાબક્યો હતો. બપોરના 12 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ક્યાંય હળવો વરસાદ પણ જોવા મળ્યો ન હતો. બપોર બાદ જોવાનું રહેશે કે શહેરમાં રેડ એલર્ટને પગલે કેટલો વરસાદ પડશે. આવતીકાલે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ એટલે કે, 1 ઓગસ્ટના રોજ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અને આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ વાવ થરાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મોરબી બોટાદ ભાવનગર અને ભરૂચમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જેસલમેર-ઊંટ સાથે અથડાઈને 5 વાર પલટી SUV, મેજરનું મોત:MPના રહેવાસી હતા, એક મહિના પહેલા જ લગ્ન થયા હતા; 2 લેફ્ટનન્ટ ઘાયલ
    Next Article
    Why Xi Jinping is the Most Dangerous Man in the World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment