Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરની હળવદની સરકારી કચેરીઓમાં તપાસ:અરજદારો સાથે સીધો સંવાદ કરી સેવાઓનો પ્રતિભાવ મેળવ્યો

    3 days ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદ ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. તેમણે કચેરીઓની સઘન તપાસ કરી હતી. કલેક્ટરએ હળવદ પોલીસ સ્ટેશનની પણ તપાસણી કરી હતી, જેમાં રજિસ્ટરો, વિવિધ શાખાઓ અને પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોને સમયસર અને સંવેદનશીલ પોલીસ સેવાઓ મળે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સબ રજિસ્ટ્રાર કચેરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. આ કચેરીઓની કામગીરીનો તાગ મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ સ્થળ પર હાજર અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે કચેરીઓ દ્વારા મળતી સેવાઓ અંગે અરજદારોના પ્રતિભાવો મેળવ્યા હતા. આ સંવાદનો હેતુ સેવાઓની ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજ પોલીસે ₹3.57 લાખના 8 મોબાઇલ શોધી કાઢ્યા:CEIR પોર્ટલની મદદથી ફોન શોધીને મૂળમાલિકોને પરત કરાયા
    Next Article
    3 lions spotted crossing Mount Girnar staircase in Gujarat where pilgrim boy was killed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment