Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેરનાં માર્ગો ખાડામુક્ત બનશે:મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં ખાડાઓ બુરવા માટે જુદી-જુદી ટીમો ઉતારાઈ, વરસાદના કારણે પડેલા ખાડા પૂરી રસ્તા મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન રસ્તા પર પડેલા ખાડાથી નાગરિકોને પડતી અગવડતા દૂર કરવા તમામ ત્રણેય ઝોનમાં યુદ્ધના ધોરણે પેચવર્ક કામગીરી હાથ ધરાઈ છે. જેમાં વેસ્ટ ઝોનનાં ગોવિંદ રત્ન-2, રોયલ પાર્ક-1, સર્વોદય સ્કૂલ સામેનો વિસ્તાર, આર.કે.નગર મેઈન રોડ, વૃંદાવન મેઈન રોડ, મુંજકા ચોક તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોમાં માર્ગની સ્થિતિ મુજબ ડામર પેચવર્ક, મેટલ-મોરમ, સીસી અને બ્લોક પેચવર્ક હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટનાં સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનનાં વિવિધ વિસ્તારોમાં પણ સ્થળની સ્થિતિ અને જરૂરિયાત મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે, નાગરિકોને વાહન વ્યવહારમાં સરળતા અને સુરક્ષા મળી રહે તેના માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં કામગીરીમાં વધુ ઝડપ અને કાર્યક્ષમતા લાવવા માટે જેટ પેચર મશીન દ્વારા પણ પેચવર્ક શરૂ કરવામાં આવશે. બાંધકામ શાખાના સિટી એન્જિનિયર જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા સમગ્ર ઝોનમાં માર્ગોની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યાં પણ ખાડા કે ખરાબ રસ્તા જણાશે ત્યાં તાત્કાલિક ધોરણે મરામતની કામગીરીઓ કરવામાં આવશે. ચાંદીપુરા વાયરસ સામે તંત્ર સતર્ક, કોઈપણ કેસ નહીં હોવા છતાં આયુષ ડોકટરો માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો રાજકોટ મનપા આરોગ્ય શાખા, ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ચાંદીપુરા વાયરસની અટકાયત, જનજાગૃતિ અને બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમના સમયસર નિદાન તથા સારવાર અંગે સતત તબીબી શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં હજુ સુધી આ વાયરસના 0 કેસ નોંધાયા છે, છતાં કાર્યક્રમમાં નાયબ આરોગ્ય અધિકારીઓ અને આયુષ ડોકટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજ તરફથી ડો. મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિસ્ત્રી અને ડો. ભાવેશ કાનાબાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ, રોગની વહેલી ઓળખ, સમયસર રિફરલ, અસરકારક સર્વેલન્સ અને નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય વિભાગ અને આયુષ તબીબો વચ્ચેના સંકલનને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાયબ આરોગ્ય અધિકારી ડો. આશીષ કોડીયાતરે શંકાસ્પદ કેસોની તત્કાલ જાણ કરવા અપીલ પણ કરી હતી. રાજકોટ ચેમ્બરની સીબીડીટીને રજૂઆત: ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની મુદત 15 દિવસ વધારવા માંગ આવકવેરા વિભાગ દ્વારા વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં અતિવૃષ્ટિ, પૂર અને વીજ-ઈન્ટરનેટ સેવાઓ ખોરવાવાને કારણે કરદાતાઓ માટે આ સમયગાળો પૂરતો નથી. આ ઉપરાંત ઈ-ફાઈલીંગ પોર્ટલ પર સર્વર ધીમું ચાલવું, લોગિનમાં મુશ્કેલી, સિસ્ટમ ટાઈમ-આઉટ અને AIS, TIS તેમજ Form 26AS ડેટા રિકન્સિલેશન સંબંધિત ટેકનિકલ ક્ષતિઓને લીધે કરદાતાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ પ્રોફેશનલ્સને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે બિન-ઓડિટના કેસોમાં ITR-3 અને ITR-4 માટે 31 ઓગસ્ટ સુધીની મુદત પહેલેથી આપવામાં આવેલ છે. આ તમામ કુદરતી અને ટેકનિકલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સના હિતમાં રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં 15 દિવસનો તાત્કાલિક વધારો કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રેલવેમાં સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટ ફરી શરૂ કરવા માંગ:ગોધરાના ગાયત્રી બાંકડા ગ્રુપે રેલવે ટિકિટમાં કન્સેશન સુવિધા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    Sachin Tendulkar Leads Tributes As Cricket Fraternity Salutes Ajinkya Rahane's India Career

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment