Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રેડ એલર્ટ, આવતીકાલે તમામ શાળાઓમાં રજા:ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી

    12 hours ago

    હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ 31 જુલાઈ માટે જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. સંભવિત પૂર અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 24 કલાક કાર્યરત રહેતો 1077 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ ઈમરજન્સી અથવા મદદ માટે નાગરિકો આ નંબર પર સંપર્ક કરી શકશે. ઉપરાંત, 20 હાઈબરની બોટ અને 6 અન્ય બોટ સાથે NDRF તથા SDRFની ટીમોને નર્મદાના ઉત્તર અને દક્ષિણ કાંઠે વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે. વર્ષ 2023ના પૂરના અનુભવના આધારે ઓળખાયેલા 81 સંવેદનશીલ ગામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ડેમ અને નર્મદા નદીની સ્થિતિ અંગે કલેક્ટરે માહિતી આપી હતી કે, હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 128 મીટર છે, જ્યારે 132.65 મીટરે એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઉપરવાસમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી આગામી બે થી ચાર દિવસ દરમિયાન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાની શક્યતા નહિવત હોવાનું તેમણે જણાવ્યું હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી હાલમાં 1.9 મીટર છે, જ્યારે 7 મીટર સુધી પહોંચે ત્યારે કિનારાના વિસ્તારોમાં અસર થવાની શક્યતા રહે છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે. જિલ્લા પ્રશાસને માછીમારોને આગામી બે થી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. સાથે જ સામાન્ય નાગરિકોને નદી, ખાડી અને જળાશયો નજીક ન જવા, બાળકો પર ખાસ ધ્યાન રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં લાઉડસ્પીકર મારફતે લોકોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રશાસનની કામગીરીમાં 400થી વધુ સ્વયંસેવકો, સ્થાનિક એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પણ જોડાયા છે. રાહત અને બચાવ કામગીરી માટે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    તરઘરામાં કાનૂની સેવા સમિતિ દ્વારા જાગૃતિ સેમિનાર:ગુડ ટચ-બેડ ટચ, પોક્સો અને સાયબર ક્રાઈમ અંગે માર્ગદર્શન
    Next Article
    જામનગરમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ:કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ; તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment