Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન-અમેરિકા યુદ્ધમાં પહેલી વખત ઇજિપ્ત પર હુમલો:દામિયાતા પોર્ટ પર ડ્રોન હુમલો, ગેસ ભરેલા બે જહાજોમાં આગ લાગી; ઈરાન પર આરોપ

    1 day ago

    ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ઇજિપ્ત સુધી પહોંચી ગયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇજિપ્ત સરકારે ગુરુવારે જણાવ્યું કે બુધવારે દમિયાતા બંદર પર બે ગેસ ટેન્કરોમાં લાગેલી આગ અકસ્માત નહોતો, પરંતુ ડ્રોન હુમલાનું પરિણામ હતું. રિપોર્ટ્સ અનુસાર, ડ્રોને અમેરિકી કંપનીના નેચરલ ગેસ સ્ટોરેજ ટેન્કર એનરગોસ વિન્ટરને નિશાન બનાવ્યું, જેના પછી આગ નજીકમાં ઉભેલા બીજા ટેન્કર ગેસલોગ સલેમ સુધી ફેલાઈ ગઈ. જોકે, ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનું કહેવાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સના બે ઈરાની સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે હુમલાનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે જો યુદ્ધ વધુ વધશે તો દુનિયાની દરિયાઈ શિપિંગ અને એનર્જી સપ્લાય પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. પોર્ટ પર હુમલા સંબંધિત 3 ફૂટેજ છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ટ્રમ્પે ઈરાનને ફરીથી સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો સ્થિતિ બગડશે તો અમેરિકા ઈરાન પર "ખૂબ જ જોરદાર હુમલો" કરશે. જોકે, તેમણે ભવિષ્યમાં સમજૂતીની શક્યતાને પણ નકારી નથી. 2. અમેરિકા-સાઉદીના સંયુક્ત હુમલા, ઇરાકમાં 20 PMF લડવૈયા માર્યા ગયા: અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઇરાકમાં ઈરાન સમર્થિત PMFના ઠેકાણાઓ પર સંયુક્ત હવાઈ હુમલા કર્યા. PMF અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 20 લડવૈયા માર્યા ગયા અને અન્ય ઘણા ઘાયલ થયા. 3. ઇજિપ્તના બંદર પર અમેરિકી ગેસ ટેન્કર પર ડ્રોન હુમલો: ઇજિપ્તના દમિયત્તા પોર્ટ પર અમેરિકી ગેસ સ્ટોરેજ ટેન્કરને ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યું. હુમલા બાદ આગ લાગી ગઈ, પરંતુ પ્રશાસને સ્થિતિ પર ઝડપથી કાબૂ મેળવી લીધો. 4. ક્રૂડ ઓઇલનો ભાવ 90 ડોલરની નજીક, 100 ડોલર સુધી જવાની આશંકા: મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ લગભગ 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું. નિષ્ણાતોનું માનવું છે કે જો સ્થિતિ વધુ બગડશે તો કિંમત 100 ડોલર સુધી જઈ શકે છે. 5. ઈરાન બોલ્યું- અમારી પરવાનગી વિના હોર્મુઝમાંથી કોઈ જહાજ પસાર થશે નહીં: ઈરાની નૌકાદળે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના દરિયાઈ વિસ્તાર પર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેણે કહ્યું કે તેની પરવાનગી વિના કોઈ જહાજની અવરજવર થઈ શકે નહીં. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ભારતીય હોકી ટીમની નારંગી જર્સી પર વિવાદ:પૂર્વ કપ્તાન રાસ્કિન્હા બોલ્યા- વાદળી રંગ અમારી ઓળખ; હોકી ઇન્ડિયાના અધ્યક્ષે કહ્યું- ખેલાડીઓને રંગ પંસદ ન હતો
    Next Article
    ગુજરાતમાં CJP જેવું કરવા જતાં ફજેતી થઇ:મંત્રી મોઢવાડિયાના વીડિયોમાં ધ ડર્ટી પિક્ચરનું ગીત, MLAના પપ્પાની ધાક જુઓ, લાગવગોથી પોલીસ થાકી ગઇ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment