Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ચાંદીપુરા સંક્રમણની આશંકાવાળા ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટિવ:સારવાર બાદ સ્વસ્થ થતાં ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયાના ત્રણેય બાળકોને ડિસ્ચાર્જ કરાયા

    7 hours ago

    ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના ત્રણેય બાળકોના લોહીના નમૂનાઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સમયસર સારવાર અને સતત તબીબી દેખરેખના કારણે ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. લક્ષણો દેખાતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા મળતી માહિતી મુજબ, ત્રણેય બાળકોને સતત તાવ, ઝાડા-ઊલટી અને ખેંચ જેવી ગંભીર તકલીફો જણાતા તેમને વધુ સારવાર માટે કે.એમ.સી.આર.આઈ. સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ચાંદીપુરા વાયરસની સંભાવનાને ધ્યાનમાં રાખીને બાળકોના લોહીના નમૂનાઓ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા અને સાથે જ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સતત સારવાર અને મોનિટરિંગથી તબિયતમાં સુધારો થયો હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકોને જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ સહિતની તમામ આવશ્યક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ડૉક્ટરોની સતત દેખરેખ અને યોગ્ય સારવારને કારણે ત્રણેય બાળકોની તબિયતમાં ઝડપથી સુધારો નોંધાયો હતો. નેગેટિવ રિપોર્ટ બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ લેબમાંથી ત્રણેય બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા ડૉક્ટરો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગના કારણે બાળકો ઝડપથી સ્વસ્થ થયા હતા. સંપૂર્ણ સ્વસ્થતા બાદ ત્રણેય બાળકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ સતર્ક આ ઘટનાએ સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વને વધુ એક વખત ઉજાગર કર્યું છે. આરોગ્ય વિભાગે લોકોને તાવ, ઝાડા-ઊલટી, ખેંચ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું- ગુનેગાર હસતા રહ્યા અને માસુમ માર ખાતા રહ્યા:અમિત શાહ છુપાઈને બહુ દિવસો રહી શકશે નહીં, તેમને ખેંચીને બહાર લાવીશું
    Next Article
    Assam Flood: Zubeen Garg के गाने गाकर चंदा लिया, अब बाढ़ में नाव से राहत बांटेंगे | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment