Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારીયાણી ગામે રમતગમત મેદાનની માંગ:રાષ્ટ્રીય પછાત એકતા મંચે કલેક્ટર-મામલતદારને કરી રજૂઆત

    7 hours ago

    બોટાદ જિલ્લાના કારીયાણી ગામે રમતગમતનું મેદાન ન હોવાથી રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગામમાં રમતગમતના મેદાન માટે યોગ્ય જમીન ફાળવવાની માંગણી કરાઈ છે. મંચ દ્વારા જણાવાયું હતું કે, યુવાનોને રમતગમત માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય અને તેમની પ્રતિભાનો વિકાસ થઈ શકે તે હેતુથી સરકારી જમીન ફાળવવી અત્યંત જરૂરી છે. હાલમાં ગામમાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ રજૂઆત મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. જેમાં નુર મોહમ્મદભાઈ દાયમા, કેશવભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા, હરગોવિંદભાઈ સાબળીયા, વિઠલભાઈ સાપરીયા, મુકેશભાઈ પરમાર, લાલભાઈ સંધી, જેરામભાઈ તાવયા, મિથીલાનંદ બાપુ, જાકીરભાઈ જોખીયા, ઈમ્તિયાઝભાઈ કુરેશી તથા સિકંદરભાઈ જોખીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, રમતગમતના મેદાનની સુવિધા ઉપલબ્ધ થતાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે, તેમજ રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળશે. જિલ્લા વહીવટીતંત્ર આ માંગણીને હકારાત્મક રીતે સ્વીકારી વહેલી તકે જરૂરી કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાવી જેતપુરના અણિયાદ્રીમાં મધરાત્રે મકાનમાં આગ:શોર્ટ સર્કિટથી ઘરવખરી, રોકડ સહિત લાખોનું નુકસાન
    Next Article
    'Jauhar University, बकरी चोरी और घरों को तोड़ना..'Faisal Lala ने Azam Khan के बारे में क्या बताया?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment