Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસ્કૃતિક મહોત્સવ:વાંકાનેર પંથકના જડેશ્વર મહાદેવ મંદિરે પ્રથમવાર ત્રણ દિવસીય લોકમેળો, સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે

    16 hours ago

    વાંકાનેર નજીક આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આ વર્ષે પ્રથમ વખત ત્રણ દિવસીય પરંપરાગત ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જડેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા આગામી 22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ લોકમેળામાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને કળાનો અનોખો સમન્વય જોવા મળશે. વર્ષોથી શ્રાવણ માસના બીજા સોમવારે બે દિવસ યોજાતો મેળો આ વર્ષે પ્રથમ વખત ત્રણ દિવસ સુધી યોજાવાનો હોવાથી ભાવિકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વ નજીક હોવાથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હજારો ભાવિકો અને પ્રવાસીઓ જડેશ્વર મહાદેવના દર્શન સાથે લોકમેળાની મોજ માણવા ઉમટી પડશે. ચોમાસામાં લીલીછમ હરિયાળીથી છવાયેલી ટેકરીઓ વચ્ચે આવેલું જડેશ્વર મહાદેવ મંદિર કુદરતી સૌંદર્યનું અનોખું આકર્ષણ બની રહે છે. તાજેતરના વરસાદ બાદ સમગ્ર વિસ્તાર હરિયાળીની ચાદર ઓઢી લેતા આ વખતનો મેળો વધુ આકર્ષક બનશે તેવી આશા સેવાઈ રહી છે. ત્રણ દિવસીય મેળા દરમિયાન ભજન-સંતવાણી, લોકસંગીત, લોકનૃત્ય, ભક્તિમય રજૂઆતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. મેળાનું ઉદ્ઘાટન સાધુ-સંતો, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ તેમજ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવશે. મોટી સંખ્યામાં ગ્રામજનો અને યાત્રાળુઓ પણ ઉપસ્થિત રહી મેળાની શોભા વધારશે. જડેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા મેળા માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં આકર્ષક શણગાર, લાઇટિંગ, દર્શન વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મેળાને સુચારૂ રીતે સંપન્ન કરવા મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ સેવા આપશે. જન્માષ્ટમીથી વધ્યું મેળાનું મહત્ત્વ અગાઉ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બે દિવસીય મેળાનું આયોજન થતું હતું. આ વર્ષે જન્માષ્ટમી પર્વની નજીકનો સમય, ભાવિકોની વધતી સંખ્યા અને વિશાળ આયોજનને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત મેળાને ત્રણ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. જેના કારણે વધુ ભાવિકો દર્શન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લઈ શકશે. ભક્તિ સાથે લોકસંસ્કૃતિની રંગત ત્રણ દિવસીય લોકમેળામાં ભજન-સંતવાણી, લોકગીતો, લોકનૃત્ય, ધાર્મિક રજૂઆતો અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાતા આ મેળાને સૌરાષ્ટ્રના સૌથી આકર્ષક પરંપરાગત ધાર્મિક મેળાઓમાં સ્થાન મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના યુવક સામે જુનાગઢમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો:લગ્નની લાલચ આપી યૌન શોષણ અને ધમકીનો આરોપ
    Next Article
    Why Are Pringles Given The Saddle Shape? The Science Behind Their Crunch And Durability

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment