Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ઉમિયાધામ, અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ:પાદુકા પૂજન અને ધર્મસભા સાથે ઉજવણી

    10 hours ago

    અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે જગત જનની મા ઉમિયાની ચરણ પાદુકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયાધામના પ. પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (પુરાણાચાર્ય માનસ રત્ન) દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજન વિધિમાં વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ પણ જોડાયા હતા. ગુરુપૂર્ણિમા અંગે વાત કરતા આર.પી. પટેલે જણાવ્યું હતું કે, દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માં ઉમિયા આપણા પ્રથમ ગુરુ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુરુના પ્રતિનિધિ તરીકે સન્યાસીઓ અને સંસારમાં રહીને પણ સન્યાસ જીવન જીવતા લોકો વંદનીય છે. ભગવા વસ્ત્રો ધારણ કરનાર તમામ લોકો ગુરુ નથી. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 6:30 કલાકે શિવતાંડવ આરતી સાથે થયો હતો. ત્યારબાદ સાંજે 7 કલાકે મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગુરુપૂજન બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય શાસ્ત્રીજીએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને જીવનમાં સંસ્કારોના મહત્વ પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- રેડ સીમાં જહાજો પર ટેક્સ લગાવવાની તૈયારી:ઈરાને હુતી વિદ્રોહીઓને આઈડિયા આપ્યો, ચીની જહાજોને છૂટ મળી શકે છે
    Next Article
    ‘See ground reality’: D K Shivakumar offers helicopter tour of Cauvery to Tamil Nadu CM Vijay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment