Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દસાડા પંથકમાં અતિ ભારે વરસાદથી નુકસાન:ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી, નુકસાનનો સત્વરે સર્વે કરાવી, અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની માગ

    1 day ago

    દસાડા પંથકમાં અતિભારે વરસાદથી થયેલા વ્યાપક નુકસાન અંગે ધારાસભ્ય પી.કે. પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં કાચા મકાનો ધરાશાયી થવા, 70 ગામોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવા અને પશુધનના ઘાસચારાની અછત જેવા મુદ્દાઓ પર તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય પરમારે જણાવ્યું કે દસાડા વિધાનસભા વિસ્તારના પાટડી, લખતર અને લીંબડીના નળકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે અનેક ગામોના રસ્તાઓ પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા. આના પરિણામે ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રહેણાંકના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને મોટું નુકસાન થયું છે, જ્યારે ઘણા કાચા મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી 70 જેટલા ગામોના ખેતરોમાં ઊભા પાક બળી ગયા છે અથવા સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ ઉપરાંત, ખેતરોમાં પાણી ભરાવાને કારણે ઉપલબ્ધ ઘાસચારો પણ નાશ પામ્યો છે, જેના લીધે પશુધનને ઘાસચારો મળતો નથી અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધારાસભ્ય પરમારે મુખ્યમંત્રીને સરકારી ગોડાઉનમાંથી પશુધનને તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. તેમણે વિધાનસભા મતવિસ્તારના લખતર, પાટડી અને લીંબડીના નળકાંઠા વિસ્તારના ગામોમાં રહેણાંકના મકાનો અને ખેતરોના પાકને થયેલા નુકસાનનો સત્વરે સર્વે કરાવી, અસરગ્રસ્તોને નુકસાનીની રાહત અને સહાય ચૂકવવા માટે જરૂરી કાર્યવાહી કરવા પણ અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રવિવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડીટોરિયમ હોલના લોકાર્પણ સ્થળેથી રૂ.272.26 કરોડના વિકાસકામોને લીલીઝંડી આપશે
    Next Article
    જામનગરમાં ACBની સફળ ટ્રેપ:નાણાં ધીરધારનું લાયસન્સ રિન્યૂ કરવા ₹14 હજારની લાંચ લેતા વચેટિયો અને સબ-ઓડિટર રંગેહાથ ઝડપાયા, એક ઓડિટર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment