Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડતાલ આચાર્ય નિવાસસ્થાને ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો:દેશ-વિદેશથી લાખો હરિભક્તો ઉમટ્યા, આચાર્યશ્રીનું ભાવપૂજન કરવામાં આવ્યું

    8 hours ago

    વડતાલ સ્થિત આચાર્ય નિવાસસ્થાન શ્રી રઘુવીર વાડી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના પીઠાધીશ્વર સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં આ મહોત્સવ ભક્તિ અને વૈદિક પરંપરા અનુસાર યોજાયો હતો. 29 જુલાઈએ ઉજવાયેલા આ પર્વમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિધિવત્ પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ, શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ બંને બાલ લાલજી મહારાજ દ્વારા આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગઢડાના એસ.પી. સ્વામી, વડતાલના કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી, સોમનાથના શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી સહિત વિવિધ ધામોના સંતોએ પ્રવચનો આપ્યા હતા. વક્તાઓએ ગુરુના મહિમા, ગુરુ-શિષ્ય પરંપરા અને ગુરુપૂર્ણિમાના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે અને ગુરુના આશીર્વાદથી જ ભગવાનની પ્રાપ્તિનો માર્ગ સુગમ બને છે. આ મહોત્સવમાં લાખો હરિભક્તોએ આચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ઉપસ્થિતિને કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ છવાઈ ગયો હતો. ઉત્સવ દરમિયાન વડતાલ ગાદીના હરિભક્તો દ્વારા સાત્વિક મહાપ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લઈ ગુરુપૂર્ણિમા મહોત્સવને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ માનવી જેવા દેખાતા રોબોટ પર પ્રતિબંધ મૂક્યો:દેશની સુરક્ષાને ખતરો ગણાવ્યો; ચીને કહ્યું- કારણ વગર અમારી કંપનીઓને નિશાન બનાવવું ખોટું છે
    Next Article
    માળીયા હાટીનામાં દીપડાનો આતંક, ​:માળીયા હાટીનામાં અચાનક દીપડાએ યુવક પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી, નદીમાંથી પસાર થતા દીપડાના દ્રશ્યો સામે આવતા લોકોમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment