Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ ફ્યુઅલ સ્વિચમાં ખરાબી નથી:સરકારે સંસદમાં જણાવ્યું, પહેલાં દાવો હતો કે આ જ કારણથી એન્જિન બંધ થયા હતા

    1 day ago

    અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી નહોતી. આ માહિતી સરકારે બુધવારે રાજ્યસભામાં આપી. સરકારે જણાવ્યું કે વિમાન નિર્માતા કંપનીના એડવાન્સ ટેસ્ટમાં પણ આ સિસ્ટમમાં કોઈ ખામી સામે આવી નથી. જોકે, ગયા વર્ષે જાહેર કરાયેલા AAIB ના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ થઈ ગયા હતા. જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. ગયા વર્ષે 12 જૂન 2025 ના રોજ લંડન જતી AI-171 ફ્લાઇટ મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને જમીન પર હાજર 19 લોકોનાં મોત થયા હતા. માત્ર એક મુસાફર જીવતો બચ્યો હતો. જુઓ દુર્ઘટનાના ફૂટેજ અંતિમ રિપોર્ટમાં વિલંબથી સરકારે ઇનકાર કર્યો હવે વાંચો અમદાવાદ પ્લેન ક્રેશ વિશે 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ AI 171 ટેકઓફના થોડા સમય પછી એક મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. તેમાં 270 લોકોના મોત થયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટનામાં માત્ર એક મુસાફર જીવતો બચ્યો હતો. ફ્લાઇટરડાર24 અનુસાર, વિમાનનો છેલ્લો સિગ્નલ 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈ પર મળ્યો હતો, જે ઉડાન ભર્યાના તરત જ પછી આવ્યો હતો. ભારતના સિવિલ એવિએશન રેગ્યુલેટર DGCA એ જણાવ્યું કે વિમાને 12 જૂનની બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો નહીં. DGCA અનુસાર, વિમાનમાં બે પાઇલટ અને 10 કેબિન ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા. --------------------------------------- આ સમાચાર પણ વાંચો… અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે બનશે 105 કરોડના ખર્ચે 'અતુલ્યમ' હોસ્ટેલ:G+8 માળનું આધુનિક સ્ટ્રક્ચર, 236 ડોક્ટર્સને રહેવાની વ્યવસ્થા; ટાટા એરલાઈન્સ ચૂકવશે ₹53 કરોડનું વળતર 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી 'અતુલ્યમ હોસ્ટેલ'ની બિલ્ડિંગ પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, ત્યારે આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ડોક્ટર અને પીજી વિદ્યાર્થીઓ માટે મોટી રાહતરૂપ જાહેરાત કરી છે. અસારવારમાં આવેલી સિવિલ હોસ્પિટલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં હવે ₹105 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    IPL બન્યો ₹2,00,000 કરોડનો બિઝનેસ:ગત વર્ષ કરતા 11.4% વેલ્યૂ વધી; ટીમમાં RCBની બ્રાન્ડ વેલ્યૂ 3 હજાર કરોડની આસપાસ
    Next Article
    ભાજપે કહ્યું- વિદ્યાર્થીઓના સંસદ માર્ચમાં ગોળીબાર નથી થયો:રાહુલ ગાંધી સંસદમાં ખોટું બોલ્યા; કોંગ્રેસ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment