Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ-પુત્રની નજર સામે જ શીતલ મુકેશની બાહોમાં સમાઇ જતી:દોઢ લાખ રૂપિયામાં કુખ્યાત હિસ્ટ્રીશીટરનો ખેલ ખતમ, આરોપીઓની કબૂલાત પર પોલીસને વિશ્વાસ નહોતો આવતો

    23 hours ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે શ્રીમંત ખેડૂત ચેતનદાસ બાવાજીનો 16 વર્ષનો દીકરો મુકેશ ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. તે મોટો થયો ત્યાં સુધીમાં તો તેની વિરૂદ્ધ લૂંટ, ધાડ, અપહરણ અને હત્યા જેવા 80થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઇ ગયા હતા. મુકેશ આંગડિયા લૂંટ માટે કુખ્યાત રફીક બાપુડી ગેંગનો સભ્ય હતો. તે રાણાવવામાં એક ટ્રાન્સપોર્ટરને ત્યાં નોકરી કરતો હતો અને જ્યારે તેની ગેંગ લૂંટ કરવા જવાની હોય ત્યારે સાથે જતો. લૂંટના ગુનામાં રાજસ્થાનની બાડમેર પોલીસે તેની ધરપકડ કરી હતી. લાંબો સમય જેલમાં રહીને 2012માં તે જામીન પર છૂટીને ઉપલેટાના ભાયાવદરમાં પોતાના ઘરે આવ્યો હતો. અહીં તેને સામે જ રહેતી શીતલ નામની એક પરિણીતા સાથે આંખ મળી ગઇ હતી. શીતલ 12 વર્ષના પુત્રની માતા હોવા છતાં મુકેશને દિલ દઇ બેઠી હતી. મે, 2012માં તેણે પતિને છૂટાછેડા આપી દીધા અને ઘરની સામે જ રહેતા મુકેશ સાથે રહેવા જતી રહી હતી. 19મી જૂનની રાતે મુકેશ ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠો હતો અને શીતલ તેને જમવાનું પીરસી રહી હતી તેવામાં ઘરમાં 4 બુકાનીધારીઓ ઘૂસ્યા હતા. 2 બુકાનીધારીઓએ બહાર ઓસરીમાં ખાટલો નાખીને બેઠેલા તેના માતા નર્મદાબેનને પકડી રાખ્યા હતા. જ્યારે બાકીના 2 અંદર ઘૂસ્યા હતા અને કુડાહી, ધારિયા વડે મુકેશ પર હુમલો કર્યો હતો. જેથી મુકેશ ડાઇનિંગ ટેબલ પર જ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં નાનકડા એવા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા. હવે આગળ વાંચો.... આખા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવનારા આ કેસમાં પોલીસે જુદી-જુદી થિયરીને ધ્યાને રાખી તપાસ શરૂ કરી હતી. મુકેશને ઘણા લોકો સાથે દુશ્મનાવટ ચાલતી હતી. જો કે તેની ધાક જબરી હતી અને 2-5 લોકોને એકલો પહોંચી વળે તેવી પડછંદ કાયા પણ હતી. જેને ધ્યાને રાખીને પોલીસે અનુમાન કર્યું કે મુકેશને હરિફ ગેંગના સભ્યોએ મોતને ઘાટ ઉતારી દીધો હશે અને તપાસને ગેરમાર્ગે દોરવા માટે ઘરમાંથી ઘરેણા લૂંટી લેવાયા હશે જેથી એવું લાગે કે આ કેસ લૂંટના ઇરાદે થયેલી હત્યાનો છે. PI વિક્રમસિંહ રાઠોડ પોતાની ચેમ્બરમાં બેઠા હતાં. ખુરશીની સામે જ વ્હાઇટ બોર્ડ પર ઘટનાસ્થળની સ્થિતિનું ચિત્ર માર્કર પેનથી દોરેલું હતું. PI રાઠોડની નજર ચિત્ર પર ચોંટેલી હતી અને તેમના મનમાં વિચાર ચાલતો હતો કે તપાસમાં કયા-કયા મુદ્દા ચૂકી જવાયા છે. થોડીવાર વિચાર કર્યા પછી તેમણે ફરિયાદની કોપી મગાવી અને ફરીથી તેનો અભ્યાસ કર્યો. ફરિયાદમાં લખેલું હતું કે બનાવ સમયે મુકેશ અને તેની પત્ની શીતલ ઘરમાં હતા. શીતલ અને મુકેશ સામસામે બેઠા હતા. માતા નર્મદાબેન ઓસરીમાં બેઠા હતા અને હુમલો થયો હતો. આ વાંચીને PI રાઠોડ પોતાની ખુરશીમાંથી એકદમ ઊભા થઇ ગયા અને વ્હાઇટ બોર્ડ પાસે પહોંચી ગયા. હવે તેમના મનમાં એક પછી એક થિયરીનો છેદ ઊડી રહ્યો હતો. મુકેશ હવે રહ્યો નથી. પુત્ર ગુનેગાર હોવા છતાં માતા તેને સાચવતી હતી એટલે માતાએ પુત્રની હત્યા ન કરાવી હોય. આંગડિયા લૂંટની ગેંગમાં પંચમહાલ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી કેટલાક આદિવાસી ગુનેગારો મુકેશ સાથે કામ કરી ચૂક્યા હતા. જેથી આવા સાગરિતોના નામ મેળવી કલાકો સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ હત્યારાની ઓળખ મળે એવી કોઇ કડી પોલીસને મળી રહી નહોતી. ગામમાં તો મુકેશનો કોઇ દુશ્મન નહોતો અને હોય તો પણ મુકેશને ઘરમાં ઘૂસીને મારવાની હિંમત ન કરે એવું તો ગ્રામજનો પણ કહી રહ્યા હતા. હવે ફક્ત એક પાત્ર બાકી રહ્યું હતું-શીતલ. કેમ કે હજુ સુધી શીતલ વિશે કોઇ તપાસ થઇ નહોતી. હવે સમય વિચારનો નહીં પણ એક્શનનો હતો. PI રાઠોડ પાછા પોતાના ટેબલ તરફ ગયા અને ત્યાં પડેલો બેલ માર્યો એ સાથે જ બહારથી એક પોલીસકર્મી અંદર ચેમ્બરમાં દાખલ થયો. PI રાઠોડે તેની સામે જોઇને કહ્યું કે સ્ટાફને કહો કે તૈયાર થાય, મહિલા કોન્સ્ટેબલને પણ સાથે લેજો અને ડ્રાઇવરને કહો કે જીપ ચાલુ કરે. થોડી જ ક્ષણોમાં પોલીસ સ્ટેશનની બહાર જીપ ચાલુ હતી અને PI રાઠોડ તેમાં પોતાના સ્ટાફ સાથે ગોઠવાઇને ભાયાવદર જવા રવાના થયા. મુકેશના ઘરે પહોંચીને તેમણે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી શીતલની પૂછપરછ ચાલુ કરી. પોલીસ એક પછી એક સવાલો પૂછતી હતી અને શીતલ જવાબ આપતી હતી. આ સમયે PIની નજર સામે જ આવેલા શીતલના પૂર્વ પતિના મકાન પર સ્થિર થયેલી હતી. શીતલની પૂછપરછ કર્યા પછી તેના પૂર્વ પતિ જયેશને પૂછપરછ માટે અટકાયતમાં લીધો. જયેશે પોલીસને કહ્યું કે ભલે મુકેશે મારી પત્નીને છીનવી લીધી હોય પણ હું તેની સામે બાથ ભીડી શકું તેવી મારી કોઇ ક્ષમતા નથી. હું નિર્દોષ છું એટલે મને જવા દો. તેની આ વાતને ધ્યાને રાખી PI રાઠોડે જવા તો દીધો પણ સ્ટાફને જયેશની તમામ હિલચાલ પર નજર રાખવાની સૂચના આપી. બીજા દિવસે મદદનીશ મશરીભાઇ, અનકભાઇએ PI રાઠોડને જે માહિતી આપી એ સાંભળીને PIએ જયેશને તાત્કાલીક ઉઠાવી લેવા સૂચના આપી દીધી. પોલીસને માહિતી મળી હતી કે ગામમાં જ કાંતિભાઇ જાવિયાની વાડીમાં 6 વર્ષથી કામ કરતા દાહોદના ગરબાડાના મોહન ઉર્ફે સરદાર મોતીભાઇ મોહનિયા, દિનેશ લુજીયાભાઇ મુનિયા અને વાલા સવાની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆના શંકર ભૂરાભાઇ મેડા સાથે શીતલના પતિ જયેશે મોટી રકમની લેવડ દેવડ કરી છે. વળી, મુકેશની હત્યા કરનારે ધોતી, ગંજી પહેર્યા હોવાથી એ આદિવાસી હોવાની શંકા પણ હતી અને આ માહિતીએ શંકાને સમર્થન આપતા પોલીસની એક ટીમે જયેશને ઉપાડ્યો. બીજી ટીમે બન્ને વાડીમાંથી ત્રણેય શ્રમિકોને અટકાયતમાં લીધા હતા. અત્યાર સુધી નિર્દોષ હોવાનું રટણ કરનારા જયેશની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે પોતે જ મુકેશ બાવાજીની હત્યા માટે 1.50 લાખની સોપારી આપી હોવાની કબૂલાત કરી લીધી હતી. કબૂલાત મુજબ તેની બેવફા પત્ની શીતલ પતિ, પુત્રને મૂકીને ગુનેગારની મુકેશ સાથે રહેવા જતી રહી હતી. પોતે મુકેશને કંઇ કહી શકે તેમ નહોતો. શીતલ અને મુકેશ ગામમાં ખુલ્લેઆમ સાથે ફરતા હતા અને 20 દિવસ પહેલાં મુકેશના કહેવાથી પત્નીએ છૂટાછેડા લીધા હતા. અહીં સુધી તો જયેશે સહન કરી લીધું પરંતુ શીતલે તમામ મર્યાદાઓ તોડી નાખી હતી. જયેશ કે તેનો 12 વર્ષનો પુત્ર ગેલેરીમાં હોય ત્યારે શીતલ ઇરાદાપૂર્વક મુકેશને બાથમાં લઇને તેમની સામે જ પ્રેમાલાપ કરતી હતી. આ દૃશ્ય પોતે કે પુત્ર જોઇ શકતા નહોતા પરંતુ મુકેશની તાકાત સામે લાચાર હતા. એક દિવસ જયેશ દુકાને હતો ત્યારે કાયમી ગ્રાહક તરીકે આવતા આદિવાસી શ્રમિકોએ પણ શીતલ, મુકેશની વાત ઉખેડી હતી. એક શ્રમિકે તો જયેશને ત્યાં સુધી ઉશ્કેર્યો હતો કે અમારા વતનમાં પત્ની આવું કરે તો બન્નેના ઊભા ફાડિયા કરી નાંખીએ. તેમની વાત સાંભળીને જયેશે કહ્યું કે ગુસ્સો તો મને પણ બહુ આવે છે પણ હું કંઇ કરી શકું તેમ નથી. જેના જવાબમાં એક શ્રમિકે કહ્યું કે અમને પૈસા આપો તો અમે મુકેશ નામનો કાંટો હંમેશને માટે કાઢી નાખીશું. શ્રમિકની આ વાત સાથે જયેશ સહમત થઇ ગયો અને 1.50 લાખ રૂપિયામાં મુકેશની હત્યા કરાવવાની સોપારી આપી દીધી. જયેશે તેમને 80 હજાર રૂપિયા રોકડા પણ આપ્યા હતા. શ્રમિકોએ સોપારી લીધી એ જ રાતે મુકેશનું કામ તમામ કરી નાખ્યું હતું. જયેશે આ બધી કબૂલાત તો કરી લીધી પણ હત્યા આ શ્રમિકોએ જ કરી છે તેના કોઇ પુરાવા પોલીસ પાસે નહોતા. પોલીસે શ્રમિકોની આગવી ઢબે સરભરા શરૂ કરતા આરોપીઓએ શીતલનો લૂંટી લીધેલો ફોન અને સોનાની ચેન હત્યા બાદ ભાગતી વખતે મુકેશના ઘરની નજીક એક ગટરમાં ફેંકી દીધા હોવાનું સ્વીકાર્યું હતું. હવે પોલીસે ગટર સાફ કરાવતા તેમાંથી આ બન્ને વસ્તુઓ મળી આવી હતી. જેથી પોલીસ પાસે સચોટ પુરાવો આવી ગયો હતો. આના પછી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આમ આ રીતે પ્રેમ, બેવફાઇ અને બદલાની રમતનો અંત આવ્યો. મુકેશ બાવાજીનો પડછંદ દેહ અને ધાક પણ તેને મોતથી બચાવી ન શક્યા. ગુનાખોરી અને અનૈતિક સંબંધોનું પરિણામ હંમેશાં વિનાશક હોય છે તે આ કિસ્સાએ ફરીવાર સાબિત કરી બતાવ્યું છે. આ પણ વાંચો પતિ-પુત્રની નજર સામે જ શીતલ મુકેશની બાહોમાં સમાઇ જતી, 6 ફૂટ ઊંચાઇ, હીરો જેવો લુક ને 80થી વધુ ગુના, કુહાડીના ઘા થતાં ડાઇનિંગ ટેબલ પર ઢળી પડ્યો પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન શરુ:સંસદની બહાર સપા સાંસદોનું દાનપેટી લઈને પ્રદર્શન, પ્રિયંકા બોલ્યા- મેં શિક્ષણ મંત્રી પર સાચું કહ્યું, કહેતી રહીશ
    Next Article
    ધોલેરા પંથકમાં ચારે તરફ પાણી જ પાણી, ડ્રોન VIDEO:4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ, લુણાવાડામાં એક ઈંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment