Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓનો મહાપાલિકામાં મોરચો:મોરબીના દાઉદી પ્લોટમાં પ્રિ-મોન્સૂન કામના નામે વેઠ

    1 day ago

    મોરબીના દાઉદી પ્લોટ શેરી નંબર 2 વિસ્તારમાં પાણી પુરવઠા કચેરી સામે આવેલ વોંકળાની પ્રિમોન્સૂન હેઠળ મનપાની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા સફાઈ કરવામાં આવી હતી. પણ આ મનપાની કોન્ટ્રાક્ટ એજન્સીએ વોંકળાની સફાઈના નામે નરી વેઠ જ ઉતારી હતી અને વોકળામાંથી મસમોટો કાઢેલા કચરાના ગંજનો અન્ય જગ્યાએ યોગ્ય નિકાલ કરવાને બદલે વોકળા પાસે જ આ કચરાના ઢગલાઓ ખડકી દેવામાં આવ્યા હતા. જેથી બેશુમાર ગંદકી ફેલાવાને લીધે મહિલાઓ વીફરી હતી અને મનપા કચેરીએ દોડી જઈને મેયર સમક્ષ મોરચો માંડ્યો હતો. મહિલાઓએ મેયર સમક્ષ રોગચાળો વકરે એ પહેલાં જ ગંદકીની સફાઈ કરવાની માંગ કરી હતી. થોડો ઘણો નહિ ટ્રેક્ટરો ભરી શકાય , કચરો ત્યાંજ છોડી દેવાયો‎ તંત્ર પ્રિમોન્સૂન કામગીરીના નામે પ્રજાને ઉઠાં જ ભણાવે છે એવું આ કામગીરીથી સામે આવ્યું છે. તંત્રએ તે વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં વોંકળામાંથી જે કચરો નીકળ્યો તે ત્યાં જ શેરીના ખુણે જ ખડકી દીધો છે. એ કચરો થોડો ઘણો નથી. ટ્રેક્ટરો ભરાય તેટલો છે. ત્યારે આ કામગીરીનું જે સુપર વિઝન કરતા હોય એની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. > પુષ્પરાજસિંહ જાડેજા , શહેર કોંગ્રેસ પ્રમુખ કચરાના ગંજથી શેરીમાં રહેવું મુશ્કેલ અમારા વિસ્તારમાં આવેલો વોંકળો ભરાય ગયો હોય તેની યોગ્ય સફાઈ કરવાની અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ન આવતી હોવાની બાબતે 2024માં નગરપાલિકામાં અરજી કરી હતી. આથી કચરા કલેક્શનની ગાડીનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો હતો. પરંતુ ત્યારે વોકળોની સફાઈ કરીને તેનો જેટલો ગંદકીથી લથબથ કચરો નીકળ્યો તેના તે વોકળા પાસે જ ઢગલા કરી દીધા હોય ગંદકીને કારણે મચ્છરજન્ય બીમારીઓ અમારી શેરીમાં ફેલાય રહી છે. આ ગંભીર સમસ્યાનો મનપા ક્યારે ઉકેલ લાવે છે તેની રાહ જોઈશું જો ઉકેલ નહિ આવે તો ફરી લડત ચલાવવામાં આવશે. > દીપિકા તેજસભાઈ સોનોગ્રા, સ્થાનિક રહીશ
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર-કચ્છ હાઇકોર્ટ બેન્ચ માંગ તીવ્ર બની:જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અળગા રહી કલેક્ટરને આવેદન આપ્યું;લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી
    Next Article
    Kunal Shah Tests WhatsApp's New Browser Calling Feature With Mark Zuckerberg

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment