Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભદીપ ઘોષ ભારતીય ટીમના નવા ફિલ્ડિંગ કોચ હશે:ટી દિલીપની જગ્યા લેશે; ઑગસ્ટમાં શ્રીલંકા પ્રવાસથી જવાબદારી સંભાળશે

    1 day ago

    આસામના પૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર શુભદીપ ઘોષને BCCIએ ટીમ ઈન્ડિયાના નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ટી દિલીપનું સ્થાન લેશે. ઇંગ્લેન્ડના વ્હાઇટ-બોલ પ્રવાસ પછી ટી દિલીપનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો અને BCCIએ તેને આગળ વધાર્યો ન હતો. શુભદીપનું પ્રથમ અસાઇનમેન્ટ ઑગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ હશે, જ્યાં ભારત બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. જોકે, BCCIએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. આસામ માટે 34 ડોમેસ્ટિક મેચ રમ્યા 1968માં આસામના ડિગબોઈમાં જન્મેલા શુભદીપ ઘોષ જમણા હાથના મિડલ ઓર્ડર બેટર અને ઓફ સ્પિનર ​​રહ્યા છે. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં આસામ અને રેલવેનું પ્રતિનિધિત્વ કર્યું. તેમની કારકિર્દીમાં તેમણે 17 ફર્સ્ટ ક્લાસ અને 17 લિસ્ટ-A મેચ રમી. ફર્સ્ટ ક્લાસમાં 316 અને લિસ્ટ-Aમાં 307 રન બનાવ્યા. તેમણે 1994-95 સીઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2004માં છેલ્લી ફર્સ્ટ ક્લાસ અને 2005માં છેલ્લી લિસ્ટ-A મેચ રમી. NCAમાં લાંબા સમય સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સંન્યાસ પછી શુભદીપે કોચિંગની શરૂઆત કરી અને છેલ્લા 6-7 વર્ષથી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સાથે જોડાયેલા છે. રાહુલ દ્રવિડ NCAના પ્રમુખ હતા તે દરમિયાન પણ તેમણે ખેલાડીઓ સાથે કામ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે અલગ-અલગ વય જૂથની ભારતીય ટીમ સાથે ફિલ્ડિંગ કોચની ભૂમિકા ભજવી. શ્રીલંકા પ્રવાસથી સંભાળશે જવાબદારી શુભદીપ ઘોષ ઑગસ્ટમાં યોજાનારી ભારત-શ્રીલંકા બે ટેસ્ટ મેચની સિરીઝથી ભારતીય ટીમ સાથે જોડાશે. ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગને વધુ મજબૂત બનાવવાની જવાબદારી હવે તેમના ખભા પર હશે.
    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session 2026 Day 8 Live Updates: Rajya Sabha adjourned till 2pm; Anti exam-paper leak law to be presented today
    Next Article
    લોકસભાની કાર્યવાહી ફરી શરુ થઈ, થોડીવારમાં રાહુલ ગાંધી બોલશે:સંસદની બહાર સપા સાંસદોનું દાનપેટી લઈને પ્રદર્શન, પ્રિયંકા બોલ્યા- મેં શિક્ષણ મંત્રી પર સાચું કહ્યું, કહેતી રહીશ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment