Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંભાત-ધર્મજ માર્ગે ઊભેલા લાકડાં ભરેલાં ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક અથડાયું:યુવકને ગંભીર હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયો, રિફ્લેક્ટર ન લગાડ્યું હોવાથી અકસ્માત

    16 hours ago

    ખંભાત-ધર્મજ માર્ગ પર કંસારી ખોડિયાર ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ઊભેલા લાકડાં ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ધડાકાભેર અથડાતા બાઈકચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાડોલાથી ખંભાત તરફ આવી રહેલો ૧૯ વર્ષીય અનિરુદ્ધ અશોકભાઈ સોલંકી (રહે. અંબિકાપુરા, વાડોલા) નામનો યુવક બાઈક ચલાવી રહ્યો હતો. કંસારી ખોડિયાર ચોકડી નજીક બીલીપત્ર પાસે રોડની સાઈડમાં એક ટ્રેલર ઊભું હતું. આ ટ્રેલર (રજી.નં. GJ 23 CD 5756) રમેશ પટેલની માલિકીના સ્થળેથી આશરે ૩ ટન ચીકુડીના ઝાડવા ભરીને ઉંદેલ શો મિલ તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં ટ્રેક્ટરનું ડીઝલ ખતમ થઈ જતાં તેને રોડની સાઈડમાં ઊભું રાખવામાં આવ્યું હતું. રાત્રિના અંધારાને કારણે બાઈકચાલક અનિરુદ્ધ સોલંકી ઊભેલા ટ્રેલરને જોઈ શક્યો ન હતો અને તેની પાછળ ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં બાઈક (રજી.નં. GJ 23 DL 3968) ના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અનિરુદ્ધ સોલંકીને માથામાં, પગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના મતે, ખંભાત-ધર્મજ માર્ગ પર સ્ટ્રીટ લાઈટનો અભાવ છે, જેના કારણે રાત્રિના સમયે અંધારપટ્ટ છવાયેલો રહે છે અને અકસ્માતોનો ભય રહે છે. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાત્રિના સમયે લાકડાની હેરાફેરી કરતા ભારે વાહનો અને ટ્રેલરો પાછળ ફરજિયાત રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે, જેથી આવા અકસ્માતોને ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    હાર્વર્ડ યુનિવર્સિટીને ચીનથી મળ્યું ₹6,000 કરોડનું ફંડ:અમેરિકા વિદેશી ફંડિંગ પર સવાલ ઉઠ્યા, તપાસ શરૂ કરવાની માગ
    Next Article
    "Why No Questions About His Absence?" BCCI's Decision Put Under Scanner

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment