Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:પાટણના નવ તાલુકાની શાળાઓમાં કિચન ગાર્ડન બનશે

    1 day ago

    પાટણ જિલ્લામાં જિલ્લાની તમામ નવેય તાલુકાની શાળાઓમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ જાતે શાકભાજી ઉગાડશે, તેની સંભાળ રાખશે અને તેમાંથી મળતી ઉપજનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં પણ થશે. શિક્ષણને જીવનકૌશલ્ય સાથે જોડતી આ પહેલ આગામી પેઢીમાં પ્રકૃતિપ્રેમ અને ટકાઉ ખેતીનો અભિગમ વિકસાવશે. એક તરફ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે આરોગ્ય અને પર્યાવરણ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બાળકોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે બાળપણથી જ સમજ વિકસે તે માટે પાટણ જિલ્લામાં નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ આત્મા યોજના મારફતે જિલ્લાની તમામ નવેય તાલુકાની શાળાઓમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. ગાર્ડનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદન થશે. જીવામૃત, ઘન જીવામૃત સહિતના જરૂરી પ્રાકૃતિક ઇનપુટ્સ તાલુકા કક્ષાના બાયો-રિસોર્સ સેન્ટર અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ તેના ઉપયોગ અંગે તાલીમ પણ આપવામાં આવશે, જેથી ગાર્ડનનું સંચાલન અસરકારક રીતે થઈ શકે. આ અભિયાનનો સૌથી મહત્વનો પાસો એ છે કે ગાર્ડનમાં ઉગેલી તાજી અને રાસાયણમુક્ત શાકભાજીનો ઉપયોગ શાળાઓમાં સંચાલિત પીએમ પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજનમાં શક્ય તેટલી હદ સુધી કરવામાં આવશે. તેનાથી વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળશે.
    Click here to Read More
    Previous Article
    દેશભરમાં વરસાદ, ગુજરાતની ફેક્ટરીઓમાં કામ અટક્યું:મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ; બે દિવસ માટે ચારધામ યાત્રા રોકવામાં આવી
    Next Article
    Top Maoist Misir Besra, Carrying Rs 1 Crore Reward, Arrested In Jharkhand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment