Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુપૂર્ણિમાએ ગુરુને ફૂલો સાથે જીવન સમર્પિત કરવું જોઈએ:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમનો ચાતુર્માસ પૂર્વે સંદેશ

    2 दिन पहले

    શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ ચાતુર્માસ પૂર્વે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુરુપૂર્ણિમાના દિવસે આપણે ગુરુનું પૂજન, વંદન અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, કારણ કે આપણા સર્વાંગી વિકાસમાં ગુરુનું સ્થાન અત્યંત મહત્વનું છે. તેમણે ગુરુના સ્થાનને જીવનમાં દીવાદાંડી સમાન ગણાવ્યું હતું. જેમ દીવાદાંડી દરિયામાં જહાજને દિશા બતાવે છે, તેમ ગુરુ આપણને જીવનની સાચી દિશા દર્શાવે છે. ગુરુ માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે અને સફળતાની સાથે સાર્થકતા તરફ પણ દોરી જાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે સાચો શિષ્ય તે નથી જે ગુરુની માત્ર પ્રશંસા કરે, પરંતુ તે છે જે ગુરુની આજ્ઞા, મૂલ્યો અને સંસ્કારોને પોતાના જીવનમાં અપનાવે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના ચરણોમાં ફૂલોની સાથે પોતાના દોષો અને સ્વભાવ પણ સમર્પિત કરવા જોઈએ. તેમણે ગુરુની શિષ્ય પાસેથી અપેક્ષાઓ પણ સ્પષ્ટ કરી. ગુરુ મોટી ભેટો કે મોટા સમારંભોની અપેક્ષા રાખતા નથી, પરંતુ તેમનો શિષ્ય સત્યનિષ્ઠ, વિનમ્ર, સંયમી, વ્યસનમુક્ત બને, પરિવાર અને સમાજ માટે આદર્શરૂપ બને અને પોતાના ચારિત્ર્યથી ગુરુનું ગૌરવ વધારે તેવી તેમની ઇચ્છા હોય છે. આ ગુરુપૂર્ણિમાએ ગુરુએ શીખવેલા એક સારા ગુણને જીવનમાં દૃઢપણે ઉતારવાનો સંકલ્પ લેવા તેમણે આહ્વાન કર્યું. ગુરુને સૌથી વધુ આનંદ શિષ્યના બદલાયેલા જીવનથી થાય છે, માત્ર વધામણીઓથી નહીં તેમ તેમણે ઉમેર્યું. અંતમાં, તેમણે જણાવ્યું કે આ ગુરુપૂર્ણિમાએ ગુરુને ફૂલ અર્પણ કરવાની સાથે જીવન પણ અર્પણ કરવું જોઈએ. ગુરુના ચરણોમાં નમન કરવાની સાથે તેમના આદર્શોને જીવનમાં ઉતારવા એ જ સાચી ગુરુદક્ષિણા, સાચી ગુરુભક્તિ અને ગુરુપૂર્ણિમાની સાચી ઉજવણી છે.
    Click here to Read More
    Previous Article
    30 જુલાઈથી વધુ એક વરસાદીનો રાઉન્ડ, છોટાઉદેપુર-નર્મદામાં રેડ એલર્ટ:આજે 12 તાલુકામાં સામાન્ય ઝાપટા, અમદાવાદમાં વરસાદનો વિરામ, સિઝનનો 55.17% વરસાદ
    Next Article
    રાજુલામાં સસલાનો શિકાર કરવાનો પ્રયાસ:કોટડી ગામમાં બે શખસ ઝડપાયા, વન વિભાગની કડક કાર્યવાહી, ₹50 હજારનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment