Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગરનું બચ્ચું નાઇટ વોક કરવા નીકળ્યું!:જોબન ટેકરી ગામ પાસે રોડ પર મગર દેખાતા થોડીવાર માટે વાહનચાલકો થંભી ગયાં

    2 दिन पहले

    વડોદરા શહેર નજીક આવેલા જોબન ટેકરી ગામ પાસે 75 મીટર રોડ પર સોમવારે રાત્રે દસ વાગ્યાના સુમારે અચાનક એક મગરનું બચ્ચું રોડ પર આવી પહોંચ્યું હતું. રસ્તા પર મગરનું બચ્ચું ટહેલતું દેખાતાં વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરીને મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી કુદરતી નિવાસસ્થાને છોડવા માગ કરી છે. વડોદરા જિલ્લામાં 1 હજારથી વધુ મગરોનો વસવાટ ચોમાસું જામતાં જ નદીઓમાંથી મગરો બહાર નીકળવાના બનાવો વધી રહ્યા છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં માત્ર 50 મગરો હતા, જે સંખ્યા આજે વધીને 420થી વધુ થઈ ગઈ છે. વિશ્વામિત્રી ઉપરાંત દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવો મળીને વડોદરા જિલ્લામાં કુલ 1,000 કરતાં વધુ મગરોનો વસવાટ છે. મગર શેડ્યૂલ-1નું સંરક્ષિત પ્રાણી, હુમલામાં સરકાર આપે છે વળતર મગર શેડ્યૂલ-1 અંતર્ગત આવતું સંરક્ષિત પ્રાણી છે. પાણીમાં ઊતરતી વખતે મગરની આંખો પર પટલ (ગ્લેન્સ) આવી જવાથી તેની દ્રષ્ટિ 60થી 70 ટકા ઘટી જાય છે, તેથી તે પાણીમાં થતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. કિનારે કપડાં-વાસણ ધોતી વખતે કે છબછબિયાં કરતી વખતે મગર શિકાર સમજીને હુમલો કરી બેસે છે. જો મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા રૂ. 4 લાખનું વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    India news Live Updates, 28 July 2026: CJP says government assured protections for all protesters after late-night talks, Centre offered to shift Pradhan’s portfolio before resignation, Bihar constable suspended over AK-47 use
    Next Article
    What Is The Right Time To Drink Water? These Expert Tips May Surprise You

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment