Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ભારત વિકાસ પરિષદે દિવ્યાંગ દીકરીઓને સેવા આપી:ગૌરીવ્રત નિમિત્તે મહેંદી, ભોજન અને ભેટનું વિતરણ કરાયું

    2 दिन पहले

    મોડાસામાં ભારત વિકાસ પરિષદની મહિલા શાખા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બહેરા-મૂંગા શાળાની દિવ્યાંગ દીકરીઓ માટે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ દીકરીઓને મહેંદી, ભોજન અને ભેટનું વિતરણ કરવામાં આવ્યું. ગૌરીવ્રતના પ્રથમ દિવસે શાળાની 51 દીકરીઓને મહેંદી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌરી માતાનું પૂજન કરાયું અને તેમને સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવ્યો. દીકરીઓને ભેટો પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ મહેંદી કળા રજૂ કરનાર બહેનોને વિવિધ દાતાઓના સહયોગથી ઇનામો એનાયત કરાયા. પ્રથમ ઇનામ નિધિ વિપુલભાઈ શેઠ, દ્વિતીય ઇનામ જીગીશાબેન હેમંતભાઈ ગાંધી અને તૃતીય ઇનામ લીનાબેન મેહુલભાઈ પટેલ તથા ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા તરફથી આપવામાં આવ્યું. નિરાલી મયંકભાઈ શાહ દ્વારા તમામ 51 દીકરીઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે મેઘાબેન રીતેશભાઈ શાહ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બહેનને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. આ સેવાયજ્ઞ ગૌરીવ્રતના ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો. બહેરા-મૂંગા શાળાની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. મિતલ મૌલિક પટેલ, ગ્રીષ્મા ઉત્તમ પટેલ અને રશ્મિ નીરવ પટેલના સહયોગથી 150થી વધુ દિવ્યાંગ બાળકોને સ્વાદિષ્ટ ભોજન અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, ભગિની સમાજના પ્રમુખ કલ્પનાબેન શાહ, સંસ્થાના પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, ભારત વિકાસ પરિષદ મહિલા પાંખના સંયોજક મિતલબેન સોની, સહસંયોજક મેઘાબેન શાહ સહિત કાઉન્સિલર દીપાબેન શેઠ, બહેરા-મૂંગા સ્કૂલના કમલેશભાઈ પટેલ, કદર્મભાઈ વોરા અને ભારત વિકાસ પરિષદ, મોડાસાના પ્રમુખ ગૌરાંગભાઈ સોની સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ, મોડાસા મહિલા પાંખે આ પહેલ દ્વારા સમાજ સેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પને જીવંત બનાવ્યો. આ સેવાકીય કાર્ય દ્વારા સમાજને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    Jr NTR suffers shoulder injury, advised complete rest for 6-8 weeks
    Next Article
    મિત્રના હાથે મિત્રની હત્યા:ચા પીવા જવું છે કહી ઘરેથી તેડી ગયાના કલાક પછી બીજો મિત્ર બેભાન હાલતમાં ઘરે મૂકી ગયો, સારવાર મળે એ પહેલા દમ તોડી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment