Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌ સન્માન અભિયાન હેઠળ કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું:ગૌહત્યા પર કડક કાનૂન બનાવવા જૂનાગઢમાં સાધુ સંતો અને ગૌભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    1 day ago

    ​જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિશાળ જનમેદની સાથે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ચાલી રહેલા આ અભિયાનના ભાગરૂપે જૂનાગઢના સાધુ સંતો, સનાતન ધર્મની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં ગૌભક્તોએ એકત્રિત થઈને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન દેશી ગોવંશનું વિધિવત રીતે પૂર્ણ સંરક્ષણ કરવું, ગૌહત્યા પર દેશવ્યાપી કડક પ્રતિબંધ મૂકવો અને ગૌમાતાને દેશમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન અપાવવાનો છે. પૂર્વમાં આપેલા રજૂઆત પત્ર પર કોઈ ઉકેલ લક્ષી વિધિક કે પ્રશાસનિક કાર્યવાહી આગળ ન વધતા રાજ્યના પ્રશાસનનું ધ્યાન દોરવા રજૂઆત કરવામાં આવી હતી. ​ગોચરની તમામ જમીનોને ગેરકાયદેસર દબાણોમાંથી મુક્ત કરી સુરક્ષિત કરવામાં આવે આ આવેદનપત્રમાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અવાજ પહોંચાડવાના આશયથી ગૌવંશના રક્ષણ માટે મજબૂત અને કડક કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી છે. ગૌમાતાને ગુજરાત રાજ્યમાં રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને કેન્દ્ર સરકાર તેમને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એવી ભલામણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત દેશભરમાં ગાયો માટે અનામત રખાયેલી ગોચરની તમામ જમીનોને ગેરકાયદેસર દબાણોમાંથી મુક્ત કરી સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવે તે જરૂરી છે. ગૌ આધારિત અર્થવ્યવસ્થાને સુદ્રઢ બનાવીને ગૌશાળાઓનું સંવર્ધન તેમજ ગૌવંશનું યોગ્ય પ્રબંધન કરવું એ આ સમગ્ર અભિયાનનો મુખ્ય પાયો છે. વિશાળ જનસમર્થનના પુરાવા સોફ્ટ કોપીના રૂપમાં રજૂ કરવામાં આવ્યા ​પર્યાવરણ સંરક્ષણ અને કાગળની બચતના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ અભિયાન માટે એકત્રિત કરાયેલા વિશાળ જનસમર્થનના પુરાવા સોફ્ટ કોપીના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. દેશભરમાંથી 15 લાખ 60 હજારથી વધુ નાગરિકોના હસ્તાક્ષર ધરાવતા 3550 પૃષ્ઠોના દસ્તાવેજી પુરાવા પેનડ્રાઇવ મારફતે કલેક્ટર કચેરીમાં સુપ્રત કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં વહીવટી તંત્ર કે શાસન દ્વારા જરૂરિયાત ઊભી થશે ત્યારે આ તમામ હસ્તાક્ષરયુક્ત પત્રોની મૂળ હાર્ડકોપી પણ પુરાવા સ્વરૂપે ત્વરિત રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ​રજૂઆત દરમિયાન વૈષ્ણવાચાર્ય ગિરધરરાયજી મહારાજે જણાવ્યું હતું કે વલ્લભાચાર્યના વંશજ તરીકે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની વાજબી માંગ સાથે તેઓ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. સનાતન ધર્મ અને પુષ્ટિમાર્ગીય પરંપરામાં ગૌમાતાનું સ્થાન અતિશય પવિત્ર અને મહત્ત્વપૂર્ણ રહેલું છે. માનવ સમાજમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સગી માતાનું અસન્માન કરતી નથી કે તેમને રખડતી છોડી દેતી નથી, તેથી ગૌમાતાને પણ એવું જ સન્માન આપીને રાષ્ટ્રમાતા બનાવવી જોઈએ. કડક કાનૂન બને તે વર્તમાન સમયની સૌથી મોટી જરુરિયાત ​આ વિરોધ દર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સાધનાનંદજી, અચ્યુતાનંદજી, સદાનંદજી અને સોમનાથજી બાપુ સહિત જૂનાગઢના તમામ પૂજનીય સાધુ સંતો અને ગૌભક્તોએ એકજૂટ થઈને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સંતોએ એકસૂરે જણાવ્યું હતું કે ભારતમાં ગાય સૌથી શ્રેષ્ઠ અને ઉપયોગી છે, જેથી સમગ્ર દેશમાં ગૌવંશ સંરક્ષિત અને સુરક્ષિત બને તે માટે તાત્કાલિક અસરથી એક સુંદર અને કડક રાષ્ટ્રીય કાનૂન નિર્માણ પામે તે વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે મનપા વોર્ડ 3 પેટાચૂંટણીનું મતદાન:ખાલી બેઠક પર આવતીકાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન; 13,919 મતદારો નોંધાવશે પોતાનો મત
    Next Article
    Commonwealth Games 2026 LIVE Updates | Updated CWG Medal Tally: Weightlifter Bindyarani Devi Goes 3rd, Fights For India's 6th Medal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment