Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં કન્ટેનર શાળા શરૂ:શિક્ષણમંત્રીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું ઉદ્ઘાટન કર્યું, પંથકમાં ખુશીનો માહોલ

    17 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના આંબા ડુંગર ગામના માનુકલા ફળિયામાં પ્રાથમિક શાળા કન્ટેનરમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ આ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ શાળા છેલ્લા આઠ વર્ષથી કાચા ઝૂંપડામાં ચાલતી હતી. મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર અને રાજ્ય સરકાર સક્રિય બન્યા હતા. શાળાના પાકા ઓરડા બનાવવામાં સમય લાગશે તેમ હોવાથી, તંત્ર દ્વારા તાત્કાલિક કન્ટેનરમાં શાળા બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કન્ટેનર લાવીને આ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં મૂકવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અંતરિયાળ, ડુંગરાળ અને ઉબડખાબડ કાચા રસ્તાઓ પરથી પસાર થઈ માનુકલા ફળિયા પહોંચ્યા હતા. તેમણે કન્ટેનર શાળાનું રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. આઝાદીના 78 વર્ષ પછી પહેલીવાર કોઈ મંત્રી આ અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યા છે. કન્ટેનર શાળા શરૂ થતા ગ્રામજનો અને પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણમંત્રી કડીપાણીથી મામલતદારની ગાડીમાં માનુકલા ફળિયા જવા નીકળ્યા હતા. હાફેશ્વર ખાતેથી કાચા અને ઉબડખાબડ રસ્તા પર જતા કાફલાની આગળ રસ્તામાં કપચી નાખવા ગયેલી ટ્રક કીચડમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે કાફલો અડધા કલાક સુધી અટવાઈ ગયો હતો. જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢ્યા બાદ કાફલો આગળ વધ્યો હતો. આ ઉપરાંત, શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ કવાંટ તાલુકાના હાફેશ્વર ગામના આમલાપાણી ફળિયામાં પણ કન્ટેનર સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    India News Highlights, 27 July 2026: Kapil Sibal announces Rs 1 crore legal aid fund for student protesters
    Next Article
    વારસીયામાં દારૂના નેટવર્ક પર પોલીસનો સપાટો:હેરી દુધાણી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 46 ગુનાઓના ઇતિહાસ બાદ ગુજસીટોક લાગૂ; ચારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment